મુંબઇ,
ફિલ્મ બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, અંધાધુંધ અને હમણાં સુપરડુપર હીટ સાબિત થયેલી બધાઈ હો બાદ આયુષ્માન ખુરાના હજુ વધુ એક લો બજેટની પણ હટ કે ફિલ્મ લઈને આવી રહ્યો છું.
આયુષ્માન પોતાની નવી ફિલ્મ ડ્રિમગર્લ સાથે દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક નાનકડા શહેરની કહાણી લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ પણ એક નાના શહેરમાં કોમન મેનની આસપાસ ફરતી વાત છે.ટિપિકલ આયુષ્માન સ્ટાઇલ.
ખાસ વાત એ છે કે, આ ફિલ્મ હેમા માલિની ફિલ્મ ડ્રિમગર્લ જેવી નથી. પણ અલગ પ્રકારનો ડ્રામા છે આ ફિલ્મમાં.ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યૂસ કરી રહી છે એટલે કચાશ છોડવામાં નહીં આવે.
આ ફિલ્મ સાથે આયુષ્માન પ્રથમ વખત નુસરત ભરુચા સાથે જોવા મળશે. આ કલાકારે ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વિટીમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં જાણીતા કોમેડી લેખક રાજ શાંડિલ્ય પણ જોવા મળશે.
ડ્રિમગર્લ નું એક સિક્રેટ શેર કરતા આયુષ્માને કહ્યું કે, આ ફિલ્મમાં તે પોતાના અવાજ સાથે એક્સપરિમેન્ટ કરવાનો છે. જેને સાંભળીને લોકો ચોંકી જશે. ફિલ્મ મેરઠ સિટીથી શરૂ થાય છે. આ ફિલ્મની જાહેરાત સાથે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જે ખૂબ મજેદાર છે.