Byelection/ વિસાવદર પેટાચૂંટણીઃ ‘તારીખ પે તારીખ!’

ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. હાલમાં ગુજરાત વિધાનસભાની છ બેઠકો પક્ષપલટાના લીધે ખાલી છે. ચૂંટણીપંચની જાહેરાતમાં વિજાપુર, માણાવદર, ખંભાત, વાઘોડિયા, પોરબંદરની તારીખ ચૂંટણીપંચે જાહેર કરી, તે મુજબ સાતમી મેના રોજ મતદાન યોજાશે. પણ આ જાહેરાતમાં વિસાવદરની કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 8 વિસાવદર પેટાચૂંટણીઃ ‘તારીખ પે તારીખ!’

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. હાલમાં ગુજરાત વિધાનસભાની છ બેઠકો પક્ષપલટાના લીધે ખાલી છે. ચૂંટણીપંચની જાહેરાતમાં વિજાપુર, માણાવદર, ખંભાત, વાઘોડિયા, પોરબંદરની તારીખ ચૂંટણીપંચે જાહેર કરી, તે મુજબ સાતમી મેના રોજ મતદાન યોજાશે. પણ આ જાહેરાતમાં વિસાવદરની કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તેની લીધે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

આ ઉલ્લેખ કેમ કરાયો નથી તેની પાછળનું કારણ શું છે કે અથવા કોઈ ભૂલ થઈ છે તે કારણ જાણી શકાયું નથી. જો કે આ અંગે પણ સ્પષ્ટતા પણ ચૂંટણીપંચ જ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની છ બેઠકો ખાલી પડી તેમા સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી. વિસાવદરની ચૂંટણી તારીખની જાહેરાત ન થવા અંગે ફોડ પડ્યો છે. તેના અંગે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી હોવાથી ચૂંટણીપંચે તેના અંગેની તારીખની જાહેરાત કરી નથી.

વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીએ રાજીનામુ આપતા બેઠક ખાલી પડી હતી. જ્યારે વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામુ આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક પર ચિરાગ કુમાર પટેલે રાજીનામુ આપતા તે ખાલી પડી હતી. જ્યારે ધર્મેન્દ્ર વાઘેલાના રાજીનામાના લીધે વાઘોડિયા બેઠક ખાલી પડી હતી. માણાવદરની બેઠક અરવિંદ લાડાણીના રાજીનામાના લીધે અને પોરબંદરની બેઠક અર્જુનભી મોઢવાડિયાના રાજીનામાના લીધે ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો