Not Set/ સ્વયંભૂ આંશીક લોકડાઉન/ઇડર પાડશે આટલા દિવસ બંધ, આવી કરી જાહેરાત

કોરોનાનો હાહાકાર હજુ પણ ગુજરાતમાં યથાસ્થિતિ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સંક્રમણ અને મોતનો આંકડો કોઇ પણ સંજોગોમાં ઉભો રહેવાનો અને નીચે ઉતરવાનું નામ નથી લઇ રહ્યો. લોકો – સરકાર અને તંત્ર તમામ શક્ય કોશિશો કરી રહી છે છતા સ્થિતિ કાબુમાં હોવાનું કહી શકાય તેવી સ્થિતિ જોવામાં આવી રહી નથી તે વાત પણ હકીકત છે. […]

Gujarat Others
e0d566ce127074c1370db62a70c7a86e સ્વયંભૂ આંશીક લોકડાઉન/ઇડર પાડશે આટલા દિવસ બંધ, આવી કરી જાહેરાત

કોરોનાનો હાહાકાર હજુ પણ ગુજરાતમાં યથાસ્થિતિ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સંક્રમણ અને મોતનો આંકડો કોઇ પણ સંજોગોમાં ઉભો રહેવાનો અને નીચે ઉતરવાનું નામ નથી લઇ રહ્યો. લોકો – સરકાર અને તંત્ર તમામ શક્ય કોશિશો કરી રહી છે છતા સ્થિતિ કાબુમાં હોવાનું કહી શકાય તેવી સ્થિતિ જોવામાં આવી રહી નથી તે વાત પણ હકીકત છે. તમામ બાબતોને ધ્યાને રાખી હવે લોકો પોતે જ સમજી રહ્યા છે કે, સામાજીક અંતર અને ઘરમાં રહેવાનું મહત્વ શું છે. 

માટે જ ઈડરમાં આજથી સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ જાહેર કરવામાં આવ્યું છે. કહી શકાય કે ઇડરવાસીઓ દ્વારા આંશીક લોકડાઉનનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે. આ આંશીક લોકડાઉન આગામી 3 ઓક્ટોબર સુધી એટલે કે, એક સપ્તાહ સુધી લાગુ રહેશે અને શહેરની તમામ દુકાનો રાત્રે 9 વાગ્યા પછીનાં સમયમાં બંધ રહેશે. અલબત જીવન જરૂરી વસ્તુઓની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. તમામ દુકાનો 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કોરોનાના સંક્રમણ વધતા વેપારી એસો. દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews