Not Set/ રાજ્યમાં જોવા મળ્યો મોંઘવારીનો માર, હવે કેવી રીતે પહોચવું તે બન્યો સળગતો સવાલ

રાજ્યમાં મોંઘવારીએ માંજા મુકી છે. જ્યા જુઓ ત્યા મોંઘવારીનો સાંપ ફુંફાડા માર્યા કરી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તહેવારો પૂર્વે જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. માર્કેટમાં પગ મુકતા જ તમને શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી જશે. તોતિંગ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ જાણે ખોરવાઇ ગયુ છે. રાજ્યમાં મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને જાણે […]

Top Stories Gujarat Others
vegetables1 રાજ્યમાં જોવા મળ્યો મોંઘવારીનો માર, હવે કેવી રીતે પહોચવું તે બન્યો સળગતો સવાલ

રાજ્યમાં મોંઘવારીએ માંજા મુકી છે. જ્યા જુઓ ત્યા મોંઘવારીનો સાંપ ફુંફાડા માર્યા કરી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તહેવારો પૂર્વે જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. માર્કેટમાં પગ મુકતા જ તમને શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી જશે. તોતિંગ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ જાણે ખોરવાઇ ગયુ છે.

રાજ્યમાં મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને જાણે ડંખ મારી રહ્યો હોય તેવુ સ્પષ્ટ અનુભવાઇ રહ્યુ છે. ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળી અને ટામેટાનાં ભાવમાં થોડા સમય પહેલા વધારો જોવા મળ્યો હતો, હવે આ યાદીમાં લસણનો પણ સમાવેશ થઇ ગયો છે. તાજેતરનાં લસણનાં ભાવની વાત કરીએ તો કિલો દીઠ લસણ 320 રૂપિયા મળી રહ્યુ છે. ત્યારે વટાણા 240 રૂપિયે કિલો, કોથમીર 200 રૂપિયાનાં ભાવે વેચાણ થઇ રહ્યુ છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. જેનાથી હોટેલ અને રેસ્ટોરેન્ટ માલિકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. રેસ્ટોરેન્ટ માલિકોએ મોંઘવારીને ધ્યાને લેતા પોતાના મેનુમાં ભોજનનાં ભાવમાં વઘારો કરી દીધો છે. હવે ગુજરાતી થાળીનો ભાવ 150થી વધારી 220 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા મોંઘવારીનો માર સહી રહેલી જનતા પર વધુ બોજો પડ્યો છે. તો બીજી તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો શાકભાજીનાં ભાવની વાત કરીએ તો વાલોર પાપડી 120 રૂપિયા પ્રતિ કિલો, ફ્લાવર 120 રૂપિયા, ગવાર 120, ચોળી રૂ.150, ગાજર 120, લસણ 320 રૂપિયા પ્રતિ કિલો, કાકડી 120 રૂપિયા, આદુ 120 રૂપિયા, કોથમીરનો ભાવ રૂપિયા 200 પ્રતિ કિલો, મરચા 80 રૂપિયા, દૂધી અને ટામેટાનો ભાવ પણ 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તહેવારો પહેલા શાકભાજીનાં ભાવમાં ધરખમ વધારો થતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળી, ટામેટા બાદ લસણનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.