Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જનારા પૂર્વ કોર્પોરેટર દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતર્યા છે. દેવુ જાદવ દ્વારા જાહેર સભામાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તેમણે કોળી સમાજની સભામાં દાવો કર્યો હતો કે તેમની જ પેનલ જીતશે. તેમનો આરોપ હતો કે ભાજપે તેમને ષડયંત્ર કરીને બદનામ કર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજો પણ તેમના ચૂંટણી પ્રચારમાં હાજર રહેતા રાજકોટ વોર્ડ-6ની ચૂંટણીએ રાજકીય ગરમાવો પકડ્યો છે. તેમનું કહેવું હતું કે લોકોના કામ કર્યા હોવાથી લોકો મને જીતાડશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકીય પક્ષો વચ્ચે રસ્સાખેંચ અને મતદારોને આકર્ષવાની કવાયત તીવ્ર બની છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પણ તેનો પ્રચાર વધુ આક્રમક કરવા લાગ્યો છે. બનાસકાંઠામાં ભાજપનો જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. તેની સામે પ્રચાર કરવા જનારા શાસક પક્ષના કાર્યકરો અને ઉમેદવારોને પણ લોકોના આકરા મિજાજનો સામનો કરવો પડી રહ્યો છે.
આના કારણે વિવિધ પક્ષોમાં આયારામ-ગયારામે વેગ પકડ્યો છે. ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં અસંતુષ્ટ ઉમેદવારોએ ચાલતી પકડી છે અને પોતાના પક્ષનો ખેસ ઉતારીને બીજા પક્ષનો ખેસ પહેરી લીધો છે. આ ઘટના બતાવે છે કે સ્થાનિક સ્તરનું રાજકારણ સાવ અલગ જ સ્તરનું છે. કોર્પોરેટરો વચ્ચે એકબીજાને સ્થાપિત કરવાની હોડ હોય છે, દરેક પક્ષની અંદર અને પક્ષની બહાર પણ હુંસાતુંસી ચાલતી હોય છે.
આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં વિકાસના નામે વાતોના વડાને લઈને ભારે કચવાટ
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
