Not Set/ કોરોના સામે શ્રધ્ધાની જીત..!! જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, અંતે HCએ બદલ્યો પોતાનો નિર્ણય

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેને લઈને રથયાત્રા અંગે ભારે કુતુહલભરી અને રસાકસી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રથયાત્રા કાઢવી કે કેમ તેંગે છેલ્લા કેટલાય દિવસોથી અસમંજસ ચાલતી હતી જેનો અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો છે. કોરોના ઉપર ભક્તોની શ્રદ્ધાએ જીત મેળવી છે. અને અંતે ગુજરાત હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. પૂરી  […]

Ahmedabad Gujarat
53ad650897c69a194c9b7c79d96f4619 કોરોના સામે શ્રધ્ધાની જીત..!! જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, અંતે HCએ બદલ્યો પોતાનો નિર્ણય
53ad650897c69a194c9b7c79d96f4619 કોરોના સામે શ્રધ્ધાની જીત..!! જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, અંતે HCએ બદલ્યો પોતાનો નિર્ણય

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેને લઈને રથયાત્રા અંગે ભારે કુતુહલભરી અને રસાકસી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રથયાત્રા કાઢવી કે કેમ તેંગે છેલ્લા કેટલાય દિવસોથી અસમંજસ ચાલતી હતી જેનો અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો છે. કોરોના ઉપર ભક્તોની શ્રદ્ધાએ જીત મેળવી છે. અને અંતે ગુજરાત હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

પૂરી  ખાતે સુપ્રીમકોર્ટે રથયાત્રાને શરતી મંજુરી આપ્યાબાદ ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાનીરાથ્યત્રને શરતોને આધીન મંજુરી મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અને તેમાં ભગવાન જગન્નાથના શ્રદ્ધાળુઓની જીત થઇ છે. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે મંજૂરી આપી છે. શરતોને આધીન થઈને અમદાવાદમાં પણ રથયાત્રા નીકળશે અને શ્રધ્ધાળુઓને ભગવાન જગન્નાથ દર્શનનો લાભ આપશે.  સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખાતે રથયાત્રાને મંજુરી આપી છે. આવતીકાલે અમદાવાદમાં જગતનો નાથ નગરચર્યાએ નીકળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.