Not Set/ ગાંધીનગર/ સેક્ટર 23 કન્ટેનમેન્ટ ફ્રી જાહેર, તો ડ્રોન સર્વેલન્સમાં જાહેરનામા ભંગ બદલ 7 સાને ગુનો

ગાંધીનગરમાં કોરોનાનાં કહેર હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસ જીલ્લામાં 100 + થઇ ચૂક્યા છે. શહેરનાં અનેક વિસ્તારો કોરોનાના સંક્રમણથી બચાવનાં હેતુ સાથે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા હતા. આજે શહેરના સેક્ટર 23ને મહાનગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ફ્રી જાહેર કરાયો છે. 19 એપ્રિલ બાદ આજ સુધી સેક્ટર 23 માં એક પણ કેસ નોંધવામાં આવ્યો ન હોવાથી […]

Gujarat
60886d91599436eab13227bdf263a964 ગાંધીનગર/ સેક્ટર 23 કન્ટેનમેન્ટ ફ્રી જાહેર, તો ડ્રોન સર્વેલન્સમાં જાહેરનામા ભંગ બદલ 7 સાને ગુનો

ગાંધીનગરમાં કોરોનાનાં કહેર હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસ જીલ્લામાં 100 + થઇ ચૂક્યા છે. શહેરનાં અનેક વિસ્તારો કોરોનાના સંક્રમણથી બચાવનાં હેતુ સાથે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા હતા. આજે શહેરના સેક્ટર 23ને મહાનગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ફ્રી જાહેર કરાયો છે. 19 એપ્રિલ બાદ આજ સુધી સેક્ટર 23 માં એક પણ કેસ નોંધવામાં આવ્યો ન હોવાથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી આ રાહતથી સેક્ટર 23ના વસાહતીઓ માં ખુશીનો માહોલ જોવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કારણે લોકડાઉનમાં સરકાર દ્રારા થોડી છુટછાટ આપવામાં આવી છે. ભૂલવું ન જોઇએ કે કોરોના ચાલ્યો ગયો નથી. પરંતુ આવા ગંભીર સમયે પણ અમુક તત્વો પોતાની હરકતોથી બાદ આવતા નથી અને સમાજ માટે મુસીબતોને નોતરુ મોકલાવતા હોય છે, પરંતુ ચેતીજજો આવા નોતરાનાં છોતરા પોલીસ અને પ્રશાસન ઉડાવી દેશે. જી હા. ગાંધીનગરમાં જ ડ્રોન સર્વેલન્સ દરમિયાન આવા અમુક તત્વો કસૂરવાર જણાયેલા હતા. સેક્ટર 25માં સહકાર કોલોની પાસે 4 લોકો અને સેક્ટર 3 પાસે થી 3 વ્યક્તિઓની આવી પ્રવૃતી સામે આવતા આ તમામ કોરોનાનાં વાહકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો છે અને કડક પગલા લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….