Not Set/ અમદાવાદ/ કોરોનાગ્રસ્તનો મૃતદેહ BRTS બસ સ્ટોપ પરથી મળી આવ્યો,  CM રૂપાણીએ કહ્યું,….

અમદાવાદમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે તંત્રની બેદરકારી પણ આંખે ઉડીને વળગી રહી છે.  કોરોનાગ્ર્સ્ત દર્દીનો મૃતદેહ BRTS સ્ટેન્ડ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી ગુપ્તાને સોંપવાનો પણ નિર્ણય લીધો છે.  તે […]

Ahmedabad Gujarat
4a8983716cf1098d68c13af13070fcd5 અમદાવાદ/ કોરોનાગ્રસ્તનો મૃતદેહ BRTS બસ સ્ટોપ પરથી મળી આવ્યો,  CM રૂપાણીએ કહ્યું,....
4a8983716cf1098d68c13af13070fcd5 અમદાવાદ/ કોરોનાગ્રસ્તનો મૃતદેહ BRTS બસ સ્ટોપ પરથી મળી આવ્યો,  CM રૂપાણીએ કહ્યું,....

અમદાવાદમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે તંત્રની બેદરકારી પણ આંખે ઉડીને વળગી રહી છે.  કોરોનાગ્ર્સ્ત દર્દીનો મૃતદેહ BRTS સ્ટેન્ડ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમએ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી ગુપ્તાને સોંપવાનો પણ નિર્ણય લીધો છે.  તે વિશે 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના પણ આદેશ કર્યા  છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાણીલીમડાના આધેડને શ્વાસમાં તકલીફ થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10મેના રોજ 67 વર્ષીય ગણપતભાઈને સિવિલમાં દાખલ કરાયા હતા. સિવિલના તબીબોએ પરિવારને કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે કહ્યું હતું. બે દિવસ સુધી પરિવારને દર્દી વિશે કોઈ જાણ કરાઈ હતી. પરંતુ ત્રીજા દિવસે 14 તારીખે AMC દર્દીના ઘરે ક્વોરન્ટાઈનનું બોર્ડ લગાવ્યું હતું. અને 15 મેના રોજ BRTS સ્ટેન્ડ પાસેથી દર્દીની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી.

14મેના રોજ દર્દીને હોમ આઈસોલેશન માટે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીને BRTS બસમાં રવાના કરવામાં આવ્યા હતો. બસમાંથી ઉતર્યા બાદ દર્દીનું બસ સ્ટેન્ડે આકસ્મિક મૃત્યુ થયું હતું. ત્યારે વોર્ડબોયે દવા છાંટવા અને મૃતદેહને ઢાંકવા પ્લાસ્ટિક માટે પૈસા માંગ્યાના આક્ષેપ પણ થયા હતા. ઘટનામાં જે કોઈપણ જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી પણ કરાશે. શબવાહિની મળતા પરિવારજનો  ઉંચકીને મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરોમંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન