દુર્ઘટના/ વડોદરામાં ગેસનો બોટલ ફાટતા બે લોકોના મોત, 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગેસ સિલન્ડર બ્લાસ્ટ થતાં બે લોકોના મોત નિપજયા છે અને ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Top Stories Gujarat
6 51 વડોદરામાં ગેસનો બોટલ ફાટતા બે લોકોના મોત, 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • વડોદરામાં ગેસ સિલિન્ડર ફાટતા બેનાં મોત
  • ઘટનામાં ચાર લોકો થયા ઈજાગ્રસ્ત
  • ફાયર વિભાગે હાથ ધરી સઘન કામગીરી
  • બ્લાસ્ટથી આસપાસના 6 જેટલાં મકાનોને નુકસાન

વડોદરા શહેરમાંથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે,  ગેસ સિલન્ડર બ્લાસ્ટ થતાં બે લોકોના મોત નિપજયા છે અને ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહી છે.આ બ્લાસ્ટ થતા આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી જવા પામી હતી અને દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ ગેસનો બોટલ ફાટતા 6 મકાનને પણ ભારે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી છે.