મુંબઇ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીએ આવતા લોકસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે.લોકસભાની ચૂંટણીમાં જૂજ મહીના જ બાકી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમની સરકાર બને તે માટે સોશ્યિલ મીડિયા પાર અથાક પ્રયત્નો ચાલુ કરી દીધા છે.
નરેન્દ્ર મોદી ફેન નામના યૂટ્યૂબ એકાઉન્ટ પર ‘મોદી વન્સ મોર….’ ગીત રિલીઝ કર્યું છે.આ ગીત 2 દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે અને ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ થઇ રહ્યું છે.ગીતની શરૂઆત “હર કદમ અબ સાથ બઢાના હૈ…સાથ નમો કે હમે સાથ આના હૈ…”થી થાય છે પછી મોદી સરકારની 5વર્ષની ઉપ્લબધિ કહેવામાં આવે છે.
https://youtu.be/LPlN-_UNLhI?t=37
પીએમ મોદીના સર્મથનમાં ગવાયેલા આ ગીતને યૂટ્યૂબ પર કેટલાય ભાજપ સમર્થકોએ ગીતને શેર કર્યું છે.પીએમ મોદી યુવા સાથે જોડાયેલા છે અને યુવા સાથે ચાલવા માંગે છે.આ ગીતમાં પણ યુવાશક્તિ દેખાઈ રહી છે.
https://youtu.be/pAWoCJw94Ls?t=98