મોરબી/ હળવદના પીજીવીસીએલના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત

કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેરીંગ કરતી વેળાએ વીજ શોક લગતા મૃત્યુ

Gujarat Others
વીજ કરંટ

@બલદેવ ભરવાડ 

હળવદ તાલુકાના કોયબા અને ઢવાણા ગામની સીમ વિસ્તારમાં જ્યોતિગ્રામની લાઈન રીપેરીંગ કરતી વેળાએ હળવદ પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા ઉ. 32 આજે બપોરના સમયે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેરીંગ કરવા વીજપોલ પર ચડ્યા હતા ત્યારે વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા હળવદ પીજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈ દિગ્વિજયસિંહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કરતા સાથી કર્મચારીઓમાં તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો:વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતી આવી સામે,સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ

આ પણ વાંચો:ઉપરકોટની ઝાડીમાંથી મળેલા કિશોરના મૃતદેહ અને મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા

આ પણ વાંચો:અમદાવાદની LG હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ બક્ષિસ ન મળતા કામદારોએ મહિલાને નિવસ્ત્ર સ્થિતિમાં છોડી

આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ