અમદાવાદની LG હોસ્પિટલ અવારનવાર વિવાદના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આવમાં વધુ એકવાર આ હોસ્પિટલમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રસુતાને ડિલીવરી બાદ આ કામદારોએ તેને નિર્વસ્ત્ર કરી દીધી હતી, આ સમગ્ર ઘટના ડિલીવરી બાદ માતા તરફથી કામદારોને બક્ષીસ ના મળવાના કારણે મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જ બેડ પર છોડી દીધી હતી. સમગ્ર મામલો સામે આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા છે.
અમદાવાદમાં આવેલી LG હોસ્પીટલ એક પ્રસુતાની ડિલીવરી કરાવવામાં આવી, ડિલીવરી બાદ હૉસ્પીટલના કામદારોએ પ્રસુતા તરફથી બક્ષીસ ના મળતા કામદારોએ તમામ મર્યાદા વટાવી દીધી અને માત્ર 2 હજારની બક્ષિસ ના મળવાથી પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દીધી હતી, એટલુ જ નહીં, હૉસ્પીટલ દ્વારા અપાયેલા કપડાં પણ ઉતારી લીધા હતા. જોકે, આ મામલો સામે આવતા જ dymcએ એક્શન લીધી અને કામદારોને કાયમી સસ્પેન્ડ કરી દીધા હતા. આ કામદારો હૉસ્પીટલમાં પ્રસુતાને દીકરો આવે કે દીકરી બક્ષીસ આપવાં દબાણ કરી રહ્યાં હતા.
મળતી માહિતી અનુસાર,ગોમતીપુરની સગર્ભાને 30મી એપ્રિલે પ્રસુતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાદમાં તેને એલ.જી હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાની પ્રથમ ડિલિવરી સીઝેરિયનથી થઈ હોવાથી તબીબોએ બીજી ડિલિવરી પણ સીઝેરીયનથી કરવા જણાવ્યું હતું. પરિવાર રાજી થતા મહિલાને ઓપરેશન રૂમમાં લઈ જવાઈ હતી. પરિવાર બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે જ 3 કામદારોએ ત્યાં આવીને દીકરો આવે કે દીકરી બક્ષિસ તો આપવી જ પડશે તેમ કહ્યું હતું.
મહિલાની સાસુ પાસે તે સમયે માત્ર રૂ.100 હતા જે લઈને બીજા 2000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. મહિલાને ડિલિવરી વોર્ડમાં લઈ જવાતા ફરી 7-8 કામદારોએ બક્ષિસની માગણી કરી હતી. જોકે પરિવારે જણાવ્યું કે રાત્રે આવ્યા હોવાથી સવારે પૈસા આપવાનું કહ્યું હતું. જોકે બક્ષિસ ન મળતા કામદારોએ હોસ્પિટલના કપડા તરત ઉતારવા કહી દીધું. મહિલા સાથે તેના વૃદ્ધ સાસુ એકલા હોવાથી તેમણે કામદારોને કપડા કાઢી બીજા પહેરાવવા કહ્યું હતું. પરંતુ કામદારોએ કપડા કાઢીને મહિલાને આંતરવસ્ત્રો સાથે જ બેડ પર છોડી દીધી અને ત્યાંથી જતા રહ્યા.
આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ
આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ
આ પણ વાંચો:ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી
આ પણ વાંચો:ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ