@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના
ઊના તાલુકાના ચીખલી ગામે તાજેતરમાં 100 મરઘાનાં મોત થયા છે. આ કારણોસર બર્ડ ફલુની આશંકા સાથે તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે બધા મરઘાનાં સેમ્પલ નહોતા લેવાયા.
ઉના તાલુકાના ચીખલી ગામે આવેલ ભાવેશ પાચા ચુડાસમાની વાડીમા બનાવેલા પોલ્ટ્રી ફાર્મમાં બારેક દિવસ પહેલા 100થી વઘુ મરઘાના મોત થયા હતા. આથી સ્થાનીક પશું ડોકટર લીંબાણીના રિપોર્ટ પરથી જુનાગઢથી ડો. ડી. એમ. પરમાર અને ડો. વઘાસિયા ચીખલી ગામે પહોચી ગઈ હતી. અને ફાર્મનુ નિરીક્ષણ કરી ચકાસણી કરી હતી. જોકે એ વખતે તેને બર્ડ ફ્લુંના લક્ષણો ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં 4 તંદુરસ્ત અને 3 બીમાર મરઘાના લોહીના નમુના પરીક્ષણ માટે લીઘા હતા. તેને ભોપાલ લેબ ટેસ્ટીગ માટે મોકલ્યા હતા. જેની બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પશુપાલક વિભાગ દોડતું થયુ હતું. જાેકે બધા મરઘાને બર્ડ ફ્લુ ન હોવાનું પણ તંત્રએ જણાવ્યું હતું. જેમા 100 જેટલા જીવીત મરઘા ઓને દફન કરવામાં આવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…