Not Set/ રાજ્યની શાળામાં 15 ઓગષ્ટ સુધીમાં 1 કરોડ વૃક્ષો રોપાશે

ગજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આગામી 15 ઓગસ્ટ સુધીમાં એક કરોડ છોડ રોપવાનું લક્ષ્ય આપ્યું છે. અમદાવાદ જિલ્લાની શાળાઓમાં 12 લાખ છોડો રોપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પર્યાવરણને સંતુલિત કરવા અનોખા અભિયાન શરૂ કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યભરની શાળાઓમાં એક કરોડ છોડ રોપવાનું લક્ષ્ય આપવામાં આવ્યું […]

Ahmedabad Gujarat
aaas 10 રાજ્યની શાળામાં 15 ઓગષ્ટ સુધીમાં 1 કરોડ વૃક્ષો રોપાશે

ગજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આગામી 15 ઓગસ્ટ સુધીમાં એક કરોડ છોડ રોપવાનું લક્ષ્ય આપ્યું છે. અમદાવાદ જિલ્લાની શાળાઓમાં 12 લાખ છોડો રોપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પર્યાવરણને સંતુલિત કરવા અનોખા અભિયાન શરૂ કરાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યભરની શાળાઓમાં એક કરોડ છોડ રોપવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જેનું નિરીક્ષણ મોબાઈલ એપ દ્વારા રાખવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં 12 લાખ વાવેતરનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જ્યારે સુરત જિલ્લાને 11 લાખ, રાજકોટને 5.84 લાખ અને વડોદરામાં 5.50 લાખ વાવેતર કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. આણંદ, નડિયાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાવેતર માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા મોબાઇલ એપ્લિકેશન પર વાવેતરની કાર્યવાહી ડાઉનલોડ કરવા આદેશ પણ આપ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા દ્વારા કરાયેલી વૃક્ષારોપણની કાર્યવાહીનું નિરીક્ષણ પ્લાનટેશન એપ પર કરવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.