નરેશ પટેલ/ કાગવડ ખાતે યોજાયેલી પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ, લેઉઆ કે કડવા નહીં પાટીદાર જ લખાશે

કડવા અને લેઉઆ સમાજને એક કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્રારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઇ રહ્યા છે  ત્યારે  આજે  ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કાગવડ પહોચ્યા હતા  અને ત્યારબાદ આજે ખોડલધામ ખાતે સુરતથી ઉમિયાધામ ટ્રસ્ટના પાટીદાર સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા.   આ  બાબત અંગે રાજકીય એજન્ડા નથી એવી વાતો આયોજકો કરી રહ્યા છે આમ […]

Top Stories Gujarat Others
Untitled 116 કાગવડ ખાતે યોજાયેલી પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ, લેઉઆ કે કડવા નહીં પાટીદાર જ લખાશે

કડવા અને લેઉઆ સમાજને એક કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્રારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઇ રહ્યા છે  ત્યારે  આજે  ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કાગવડ પહોચ્યા હતા  અને ત્યારબાદ આજે ખોડલધામ ખાતે સુરતથી ઉમિયાધામ ટ્રસ્ટના પાટીદાર સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા.

  આ  બાબત અંગે રાજકીય એજન્ડા નથી એવી વાતો આયોજકો કરી રહ્યા છે આમ છતાં રાજય સરકાર અને ગુપ્ત્ચર સંસ્થા આ બેઠક પર નજર રાખી રહી છે. ખોડલધામના નરેશ પટેલે મીટીંગ શરૂ થતાં પહેલા ઈલેકટ્રોનીક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેશુભાઈ પછી પાટીદાર સમાજને સબળ નેતૃત્વ મળ્યું નથી. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદાર સમાજનો નેતા મુખ્યમંત્રી બને તેવી પ્રબળ  ઈચ્છા છે.

આજે ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરતના મથુરભાઈ સવાણી,લવજીભાઈ બાદશાહ સીદસર ઉમિયા મંદિર ના જયરામ ભાઈ પટેલ ઊંઝા મંદિર ના દિલીપભાઈ પટેલ સોલા ઉમિયાધામ કેમ્પસના વાસુદેવ પટેલ અને રમેશભાઇ દુધવાળા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના આર.પી.પટેલ અને સરદારધામના ગગજીભાઈ સુતરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા .આજની આ બેઠકમાં પાટીદાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સામાજિક રીતે બન્ને સમાજ નજીક આવે તે મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી પૂર્વે આ તૈયારીઓ થઈ રહી છે ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા રહે તેમ છે આ તૈયારી વધુ જોરદાર બનશે.

સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા  પાટીદાર  સમાજ એક થતા હવે ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.