રાજસ્થાનના બીજેપીના વરિષ્ઠ નેતા ગુલાબચંદ કટારીયાએ લાવ જેહાદને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે જેને લીધે કોંગ્રેસ તેમની આલોચના કરી રહ્યું છે.
બીજેપી નેતાએ કહ્યું હતું કે જો લવ જેહાદને રોકવામાં નહિ આવે તો દેશના દરેક શહેરમાં પાકિસ્તાન બની જશે.રવિવારે રાજસ્થાનના ઉદયપુરમાં પાર્ટીના કાર્યકર્તાના એક કાર્યક્રમમાં તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું હતું જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
બીજેપી નેતા કટારીયાએ કહ્યું હતું કે હજુ પણ સમય છે તો સંભાળી લો, નહી તો ઉદયપુર પણ જયપુર જેવું બની જશે. વધુમાં લવ જેહાદ વિષે જણાવ્યું કે શ છે લવ જેહાદ ? આપણી દીકરીઓ પંચર કરનારા સાથે શા માટે ભાગી રહી છે ? તમારી દીકરીઓને લવ જેહાદથી બચાવવાના પ્રયત્નો કરો નહી તો આખી જિંદગી માથા પર હાથ રાખીને રોતા રહેશો.
આ કાર્યક્રમમાં કટારીયાએ કહ્યું કે દેશમાં લવ જેહાદ ઘણી ઝડપથી વધી રહ્યો છે. જો આવી જ ગતિએ લવ જેહાદ વધતો જશે તો ભારતનું દરેક શહેર પાકિસ્તાન બની જશે. વધુમાં તેમણે કહ્યું કે હવે ઉદયપુરને બદલવાનો સમય આવી ગયો છે નહી તો અહિયાં પણ જયપુર જેવી સ્થિતિ થઇ જશે.