જુનાગઢ/ અંધશ્રદ્ધા હજી પીછો છોડતી નથી, વધુ એક બાળકી બની શિકાર

સગીરાના માતા પિતાને થતા તેમણે આરોપીના ઘરે જઈ પૂછપરછ કરી હતી અને શા કારણે બળજબરીથી તેમની દીકરીને ઘરે લઈ જઈ અને શું વિધિ કરી તે અંગે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે તેના દીકરા રાહુલ અને તેની પત્નીને ખોળો ભરાતો નથી.

Gujarat Others
અંધશ્રદ્ધા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે અંધશ્રદ્ધાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની બાળકી અંધશ્રદ્ધા નો ભોગ બની છે.12 વર્ષની પુત્રી અંધશ્રદ્ધા નો ભોગ બની છે. જેમાં પડોશમાં રહેતા ત્રણ આરોપીએ 12 વર્ષની સગીરાને ફોસલાવીને પોતાના ઘરે લઈ જઈ અને બાળકીના માથા ઉપર થી સાત વખત શ્રીફળ ફેરવવાની વિધિ કરાવવામાં આવી હતી. તેમજ આ વિધી કરવા માટે તેને 100 રૂપિયા આપવાની લાલચ આપી આવતા મંગળવારે ફરીથી આવવાનું કહેવામાં આવ્યું હતું.આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ અંગેની જાણ સગીરાના માતા પિતાને થતા તેમણે આરોપીના ઘરે જઈ પૂછપરછ કરી હતી અને શા કારણે બળજબરીથી તેમની દીકરીને ઘરે લઈ જઈ અને શું વિધિ કરી તે અંગે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે તેના દીકરા રાહુલ અને તેની પત્નીને ખોળો ભરાતો નથી. જેથી તમારી દીકરીને ઘરના દરવાજા પાસે ઊભા રાખી તેમની ઉપરથી સાત વખત શ્રીફળ ફેરવ્યું હતું. તેમ જ મારા પુત્રને પુત્રવધુ ઉપરથી પણ આવી જ રીતે વિધિ કરી હતી.

હવે આવું નહીં કરે તેમ કહી માફી માગી હતી અને કોઈને જાણ ન કરવા પણ આજીજી કરી હતી પરંતુ ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:‘ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત’ને પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમ

આ પણ વાંચો:દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કેદની સજા

આ પણ વાંચો:અમદાવાદીઓ પર ઝીંકાયો હવે નવો પર્યાવરણ વેરો