Not Set/ રાજયમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં આજે સાંજે નવું લો-પ્રેસર સર્જાશે જેની અસરના કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહેશે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે.

Gujarat Others
ss 3 રાજયમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

હાલમાં  ગુજરાતમાં મોનસુન એક્ટિવ છે. સાથો સાથ ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે.  આગામી ચાર દિવસ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના બીજા પખવાડીયામાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે અને 30મી સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે પરંતુ આ વર્ષ ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ વરસતો રહેશે.

આ પણ વાંચો :અકસ્માત / સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી.ની ઉંચાઈ પર એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જ્યારે દક્ષિણ છત્તીસગઢ પર એક સાયક્લોનિક  સરક્યુલેશન સર્જાયું છે જે પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. મોનસુન રૂફ પણ નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ છે. દરમિયાન આજે બંગાળની ખાડીમાં આજે સાંજે નવું લો-પ્રેસર સર્જાશે જેની અસરના કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહેશે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. રવિવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદ પડશે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

આ પણ વાંચો :વિવાદ / કપિલ શર્મા શો સામે દાખલ કરાઈ FIR, મુશ્કેલીમાં ફસાઈ શકે છે મેકર્સ અને કપિલ શર્મા

આજે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી ભારે, કચ્છમાં હળવાથી મધ્યમ આવતીકાલે શનિવારે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડશેે. સોમવારે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે.

આ પણ વાંચો :Top Stories / દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણના મોત