Raghavji Patel at Delhi: કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આજ રોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોતાના હસ્તકના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યો-યોજનાઓ અંગેની વિગતોથી PM મોદીને માહિતગાર કર્યા હતા.
વડાપ્રધાનએ કૃષિ મંત્રીને વિગતવાર સાંભળી જરૂરી સલાહ સૂચનો કર્યા હતાં અને છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને મંત્રી હસ્તકના વિભાગો જેવા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ જેવા પાયાના માણસોને સ્પર્શતા વિભાગોની કામગીરી થકી ખેતી, ખેડૂત અને અને ગામડાની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો મંત્ર આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાથે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યના ખેડૂતોની વાસ્તવિકતા અને રાઘવજી પટેલને તેમના પ્રયાસમાં સફળતાની શુભેચ્છા પાઠવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ બંને દિલ્હીમાં 15 મિનિટથી વધુ સમય માટે મળ્યા હતા.
આ પણ વાંચો: Viral Video/યુટ્યુબર અરમાન મલિકે કર્યાં ત્રીજીવાર લગ્ન! બંને ગર્ભવતી પત્નીઓએ કર્યો ઝઘડો: VIDEO