Not Set/ કોલેજિયમે દેશમાં એક સાથે આઠ હાઇકોર્ટના જજની કરી નિમણૂંક

સુપ્રીમ કોર્ટમાં નવ જજોની નિમણૂક કરવામાં આવી હતી. એક સાથે આટલી મોટી નિમણૂક બાદ આ પ્રથમ વખત શપથગ્રહણ સમારોહ યોજાયો હતો

Top Stories India
suprime 1 કોલેજિયમે દેશમાં એક સાથે આઠ હાઇકોર્ટના જજની કરી નિમણૂંક

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશમાં એક સાથે આઠ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે. આ પ્રથમવાર બન્યું  છે કે જ્યારે કોલેજિયમે એક સાથે આટલા મુખ્ય ન્યાયમૂર્તિઓની નિમણૂકને મંજૂરી આપી હોય. આ સિવાય કોલેજિયમે હાઈકોર્ટના 24 કરતાં વધારે જ જજોની બદલી માટે પણ મંજૂરી આપી દીધી છે.મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને 68 નામોની ભલામણ કરીને અભૂતપૂર્વ નિર્ણય લીધો હતો.

દેશની ઘણીબધી હાઈકોર્ટમાં જજોની મહેકમ છે.અલ્હાબાદ હાઈકોર્ટમાં મંજૂર 160 જજોની સામે માત્ર 93 જજો કાર્યરત છે તે કામ સંભાળી રહ્યા છે.દેશભરમાં હાઇકોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અલ્હાબાદમાં 16 સહિત 12 હાઇકોર્ટમાં 68 જજોની નિમણૂક કરવા માટે કેન્દ્ર સરકારને નામો મોકલ્યા હતા.  અલ્હાબાદ રાજસ્થાન અને કોલકાતા સહિત આ તમામ 12 હાઇકોર્ટમાં ખાલી જગ્યાઓના કારણે મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસોની મુશ્કેલી દૂર થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એક જ સમયે સુપ્રીમ કોર્ટમાં નવ જજોની નિમણૂક કરવામાં આવી હતી. એક સાથે આટલી મોટી નિમણૂક બાદ આ પ્રથમ વખત શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. નવ નવા ન્યાયાધીશોમાં ત્રણ મહિલા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. CJI રમન સહિત સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે, જ્યારે મંજૂર સંખ્યા 34 છે.