દરોડા/ આયકર વિભાગના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી કરોડોની બેનામી સંપત્તિ મળી આવી

અમદાવાદના ચિરિપાલ ગ્રુપ પર આયકર વિભાગના દરોડા પાડ્યા હતા, ગ્રુપના  બ્રિજમોહન ચિરિપાલ સહિત ભાગીદારોના ત્યા દરોડા પાડ્યા હતા,જેમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે

Top Stories Gujarat
4 37 આયકર વિભાગના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી કરોડોની બેનામી સંપત્તિ મળી આવી

અમદાવાદના ચિરિપાલ ગ્રુપ પર આયકર વિભાગના દરોડા પાડ્યા હતા, ગ્રુપના  બ્રિજમોહન ચિરિપાલ સહિત ભાગીદારોના ત્યા દરોડા પાડ્યા હતા,જેમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે . IT વિભાગે મુખ્ય ઓફિસ,રહેઠાણ સહિત 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા,  ચિરિપાલ ગ્રુપના જયોતિપ્રકાશ ચિરિપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ,આ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં આયકર વિભાગના 150 કર્મચારીઓ જોડાયા હતા, આ ચીરિપાલ ગ્રુપમાંથી આયકર વિભાગને કરોડોની બેનામી સંપંતિ મળી આવી હતી, દરોડા દરમિયાન અધિકારીઓને ચિરિપાલ ગ્રૂપમાંથી રૂ. 25 કરોડ રોકડા, રૂ. 10 કરોડની જ્વેલરી, 1.50 લાખ ડોલર અને 25 લોકર મળી આવ્યા છે. આ ઉપરાંત ચિરિપાલ ગ્રૂપમાં 5થી વધારે જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે આ ગ્રુપ પર આઇટીએ તવાઇ બોવાની હતી જેમાં કરોડોની બેનામી સંપત્તિ મળી આવી હતી, સુરત ડીઆઇના કાર્યક્ષેત્રમાં આવતો હોવાથી સમગ્ર કાર્યવાહી સુરતથી કરવામાંં આવી હતી. અમદાવાદના 40 અને સાઉથ ગુજરાતના એક સહિત કુલ 45 થી 47 જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચિરિપાલ ગ્રૂપને ત્યાં દરોડામાં અધિકારીઓને કુલ રૂ. 25 કરોડ રોકડા, રૂ. 10 કરોડની જ્વેલરી, 25 લોકર અને 1.50 લાખ ડોલર મળી આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજોની ફાઇલો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે.