Budget 2023-Middle class બજેટમાં મિડલ ક્લાસ માટે સૌથી મોટી રાહત હોય તો ટેક્સ સ્લેબમાં કરાયેલો ફેરફાર અને કરમુક્તિ મર્યાદામાં કરાયેલો વધારો છે. કરમુક્તિ મર્યાદા સાત લાખ સુધી કરવામાં આવતા ફક્ત Budgeg 2023-Middle class પાંચ લાખ સુધીની આશા રાખતના મિડલ ક્લાસને જબરજસ્ત રાહત થઈ છે. આના પગલે હવે સાત લાખ સુધીની આવક કરમુક્ત થઈ છે અને નવ લાખ સુધીની આવક ધરાવનારાએ ફક્ત પાંચ ટકા જ વેરો ચૂકવવો પડશે. આ ઉપરાંત મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને પણ રાહત અપાઈ છે. મહિલા સન્માન પેટે સાડા સાત ટકા વ્યાજવાળી યોજના શરૂ કરવામાં આવી છે.
- મહિલા સમ્માન બચત યોજના અમલમાં આવશે
- 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે
- બચતની સ્કીમ વન ટાઈમ
- રોકાણની મર્યાદા 2 વર્ષની રહેશે
- વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની રોકાણ મર્યાદા વધારામાં આવી
- વરિષ્ઠ નાગરિકો માટે બચત મર્યાદા 15લાખથી વધારીને 30 લાખ
- વેપારમાં પાનકાર્ડને ઓળખપત્ર તરીકે માન્યતા
- 30 નેશનલ સ્કિલ સેન્ટર બનાવાશે
- 47 લાખ યુવાઓને 3 વર્ષ માટે સ્ટાઈપેન્ડ અપાશે
- રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
- દુનિયામાં મંદી ચાલી રહી છે પણ આપણી ઇકોનોમી મજબૂત
- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આગામી 3 વર્ષમાં કેન્દ્ર 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને સેવા આપતી 740 શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી કરશે : FM
- કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
- કોવિડ પ્રભાવિત MSMEને 95 ટકા મદદ
- MSME લોન માટે 2 લાખ કરોડની જોગવાઈ
- બોર્ડર વિસ્તારમાં પ્રવાસનને વેગ અપાશે
- બોન્ડ માટે SEBIને વધારે સત્તા આપવામાં આવશે
- મહિલા સન્માન બચત પત્રની જાહેરાત
- વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત ફંડ અપાશે
- જૂના વાહનોની સ્ક્રેપિંગ પોલીસીનો અમલ શરૂ થશે
- યુવાઓ માટે 30 નવી સ્કીલ ઈન્ડિયા સ્કૂલ ખોલાશે
- પ્રાકૃતિક ખેતી માટે 1 કરોડ ખેડૂતોને મદદ કરાશે
- કૌશલ વિકાસ 0ની જાહેરાત