અમદાવાદમાં એક 14 વર્ષીય બાળકે 50થી વધુ દિવસ વેન્ટિલેટર પર રહી બીમારીને માત આપી. 14 વર્ષીય ચેતનને એક દુર્લભ બીમારીથી હતી જે સામાન્યપણે 1 લાખ લોકોમાં ભાગ્યે જ એક વ્યક્તિમાં જોવા મળે છે. 17 જુલાઈના રોજ ચેતનની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં દુર્લભ બીમારીના લક્ષણને પગલે ડોક્ટરોએ બાળકને મોટી હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. જેના બાદ ચેતનના પરિવારજનો તેને 18 જુલાઈના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા.
સિવિલ હોસ્પિટલમાં ચેતનની ઇમરજન્સી તપાસ કરતા જાણવા મળ્યું કે બાળક દુર્લભ એવી જીબીએસ બીમારીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે વધુ અશક્ત બનતા બાળકને ચાલવામાં પણ તકલીફ પડતી હતી અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. હોસ્પિટલમાં ચેતનની સારવાર શરૂ કરવામાં આવી. જીબીએસ બીમારીનો ઉપચાર કરતા દર્દી ચેતનને વિન્ડપાઈપ (ટ્રેકીઓસ્ટોમી) માં એક છિદ્ર બનાવી તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો.
ચેતનને જીબીએસ બીમારીની સારવાર કરતા સિવિલ હોસ્પિટલમાં 51 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો. વેન્ટિલેટર પર રહેલ દર્દી ચેતનને પોષણ આપવા નાક દ્વારા નળી નાખવામાં આવી. લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર બાદ સ્થિતિમાં સુધારો થતા ચેતનને 8મી ઓક્ટોબરે વેન્ટિલેટરથી દૂર કરી સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યો. જ્યાં તેને 36 દિવસ રાખવામાં આવ્યો. આ સમય દરમ્યાન ટ્રેચેઓસ્ટોમી, ટેમ્પરરી ક્લોઝર અને અન્ય જરૂરી સારવાર હાથ ધરતા તબિયતમાં સુધારો થતા ચેતનને રજા આપવામાં આવી.
જીબીએસ એક દુર્લભ બીમારી છે. જે શરીરના સ્નાયુઓ અને ચેતાતંતુઓને અસર કરે છે. જેના કારણે દર્દીને ચાલવામાં તેમજ બેસવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો કેટલીક વખત આ બીમારીમાં કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ ચેતનની સારવારમાં અનેક વિભાગના તબીબોએ તેની સારવારમાં બનતી સહાય કરી. જેના કારણે સારું પરિણામ જોવા મળ્યું અને 14 વર્ષીય ચેતન 51 દિવસ વેન્ટિલેટર પર રહી દુર્લભ એવી જીબીએસ બીમારીને માત આપવામાં સફળ રહ્યો. જીબીએસ બીમારીથી પીડિત 14 વર્ષીય ચેતન મધ્યપ્રદેશનો રહેવાસી છે. આ બીમારીની સારવાર ખાનગી હોસ્પિટલ વધુ મોંઘી થાય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્કધોરણે ચેતનની સારવાર કરવામાં આવી.
આ પણ વાંચો : ODI World Cup 2023/ હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આ બે ખેલાડીઓને લાગી શકે છે લોટરી!
આ પણ વાંચો : Italy/ ઈટલીના PM જ્યોર્જિયા મેલોની પોતાના પાર્ટનરથી અલગ થઈ
આ પણ વાંચો : Supreme Court/ આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, સુપ્રીમકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ