સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદનું નામ આવતાં જ લોકોના મગજમાં આપોઆપ હલચલ મચી જાય છે. દરેકના મનમાં એક જ સવાલ ઉઠે છે કે આ વખતે ઉર્ફી જાવેદ ફેશનના નામે એક નવો હંગામો મચાવવા જઈ રહી છે. ઉર્ફી ફરી એકવાર સમાચારોમાં આવી છે. આ વખતે ઉર્ફી તેના ઉટ પટાંગ કપડાને કારણે નહીં પરંતુ તેની એક ચોંકાવનારી તસવીરને કારણે ચર્ચામાં છે. આ તસવીરમાં તેને જોઈને લાગે છે કે કોઈએ તેને જોરથી મુક્કો માર્યો છે.
ઉર્ફી જાવેદે થોડા કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાનો અડધો ચહેરો હાથ વડે છુપાવતી જોવા મળી રહી છે. તે જ સમયે, તેની ઈજા બીજી બાજુ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે તેની આંખના નીચેના ભાગમાં ઈજા થઇ હોય તેવું જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘એવું લાગે છે કે કોઈએ મને ખરાબ રીતે માર્યું છે!’ ફોટોમાં ઉર્ફીના ચહેરાની હાલત જોઈને તેના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર કોઈએ ઉર્ફીને મુકો માર્યો છે.

ઉર્ફી જાવેદે પોતાની ઈજાની જે તસવીર શેર કરી છે તે આજની નથી પરંતુ ઘણી જૂની છે. આ ફોટો ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે ઉર્ફી જાવેદ એ અન્ડર આઈ ફિલર કર્યું હતું. અંડર આઈ ફિલર કરાવતી વખતે તેને ઈજા થઈ હતી. આ પહેલા પણ ઉર્ફી ઘણી વખત તેના શરીર પર ઉઝરડાની તસવીરો શેર કરી ચૂકી છે. ઘણી વખત તેના આઉટફિટ્સના કારણે તેના શરીર પર ઘણી ઈજાઓ થઈ છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા PM મોદીના ગુરુના આશ્રમમાં, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
આ પણ વાંચો: શૂટિંગ દરમિયાન સની લિયોની થઇ ઈજાગ્રસ્ત, ઈન્જેક્શનનું નામ સાંભળીને કરવું એવું કે….
આ પણ વાંચો:પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો દીકરી માલતી મેરીનો ચહેરો, જુઓ ઝલક
