છોટાઉદેપુર/ બોડેલીમાં દીપડાનો આતંક, બાળકને બનાવ્યો કોળીયો

મુલધર ગામના અલ્પેશ બારીયા તેમની પત્ની અને બાળકો સાથે કામકાજ અર્થે ખેતરે ગયેલા અને કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડા એ અચાનક કર્યો હુમલો કર્યો હતો

Gujarat Others
દીપડાનો આતંક

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ મુલધર સહિતના વિસ્તારોમા દીપડાનો આતંક છે. મુલધર ગામના અલ્પેશ બારીયા તેમની પત્ની અને બાળકો સાથે કામકાજ અર્થે ખેતરે ગયેલા અને કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડા એ અચાનક કર્યો હુમલો કર્યો હતો અને ભાઇના ખોળામાં રમી રહેલા સાહીલ ને દીપડો ખેચી જતા તેમને બુમાબુમ કરી મૂકી હતી.

દોઢ વર્ષના બાળકને ખેચી જતા ગામ લોકો લાકડીઓ લઇ દોડી આવ્યા અને ગામલોકોએ શોધ ખોળ હાથ ધરી હતી ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધ ખોળ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો બાળક મૃત હાલતમાં મળી આવ્યુ હતુ આ મામલાની વન વિભાગને જાણ થતા વન વિભાગ ના કર્મચારી અધીકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેસતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડાના આટા ફેરાથી ખેડુતો પોતાના ખેતરો માં જતા પણ ડરી રહ્યા છે દીપડાને જલ્દી થી પકડી પાડવા સ્થાનિક લોકો કરી રહ્યા છે માંગ કરવામા આવી રહી છે. તો વન વિભાગ દ્વારા દિપડાને પકડવા પાંજરા મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ બોડેલી આર.એફ.ઓ અનીલ ભાઇ રાઠવા એ જણાવ્યું હતુ.

જબુગામની સીમ વિસ્તારમાં દીપડાનો આતંક વધી ગયો છે. થોડા સમય પહેલા જંગલ વિસ્તાર  છોડી જબુગામ માનવ વસવાટ વચ્ચે આવેલ રજપૂત ફળિયામાં દીપડાએ  ભેસના ત્રણ બચ્ચાના મારણ કર્યા હતા. તેમજ ગઇરાત્રે જબુગામના બરજોરપુરા ફળિયામાં  ભેંસના એક બચ્ચાંને પણ શિકાર બનાવાયો હતો.

આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે ધુમ્મસનું વાતાવરણઃ ખેડૂતોને ચિંતા

આ પણ વાંચો:હીરાના વેપારીઓનું ફુલેકું ફેરવનારા હીરા દલાલની ધરપકડ

આ પણ વાંચો:પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જીત નાયકની ધરપકડ