ભુજ/ નાનકડી હર્ષિ સેકન્ડમાં ઓળખી રહી છે દેશનાં નકશા અને બનાવી રહી છે રેકોર્ડ

હર્ષિ તેના પરિવાર, ભૂજ સાથે સાથે ગુજરાતનું ગૌરવ બની ગઈ છે. હર્ષિ એ આટલી નાની ઉંમરમાં આવી સિદ્ધિ હાંસલ કરીને તેની ઉંમરના અન્ય બાળકોને પણ પ્રેરણા આપી છે

Top Stories Gujarat Others
ભુજ

જેનો સંકલ્પ મજબૂત તેને સફળતા ચોક્કસ મળે છે. અને જે સમયનો સદુપયોગ કરી જાણે છે તે પણ નવી સિધ્ધિઓ ચોક્કસ હાંસલ કરે છે. આવી જ સફળતા ભુજની માત્ર 7 વર્ષની દીકરીએ મેળવી છે. કોરોનાકાળમાં જયારે અન્ય બાળકો રમત રમવામાં વ્યસ્ત હતા ત્યારે ભૂજની હર્ષિ તેનું જ્ઞાન વધારવામાં ફોકસ કર્યું હતું.  નાનકડી હર્ષિ એ એટલી મહેનત કરી કે તેને માત્ર 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા છે અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી પરિવારની સાથે ભુજનું પણ ગૌરવ વધાર્યું છે. રવિવારે ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના જિલ્લા પ્રતિનિધિ મિલન સોની,દેવયાની સોનીની હાજરીમાં હર્ષિએ રેકોર્ડ બનાવ્યો હતો બાદમાં તેને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી છે. હર્ષિએ તેની આ સફળતાનો શ્રેય માતાપિતાની સાથે મામા વનરાજસિંહ વાઘેલા,મોટી બહેન ધ્રુતી,વિરલભાઈ અને મિતભાઈને આપ્યો હતો.

હર્ષિ

હર્ષિ વિષે વધુ વાત કરતાં અતેના પિતા પિતા પ્રજ્ઞેશભાઈ અને માતા ફાલ્ગુની જરાદી જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે તે ઘરે અલગ અલગ પ્રવૃતિઓ કરતી. જેમાં વિજ્ઞાનનાં પ્રયોગો અને ગણિતની કોઠાસૂઝમાં તેની ખાસ રુચિ રહેતી હતી દરમ્યાન તે એકવાર ઇન્ડિયાના નકશાની પઝલ સોલ્વ કરતી હતી ત્યારે બધા રાજ્યની રાજધાનીઓ ઝડપથી ઓળખી બતાવી અને પછી તેમાં જ આગળ વધતા તેણે જુદા જુદા દેશોને પણ નકશામાં ઓળખી બતાવ્યા હતા આ પ્રવુતિમાં તેનો ઉત્સાહ અને જ્ઞાનને જોઈ અમે સૌ કોઈ અચંબિત થઈ ગયા અને તપાસ કરતા આ સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થઈ શકે તેમ છે અને છેવટે તેણે 30 જ સેકન્ડમાં નકશામાં 82 દેશને ઓળખી બતાવ્યા છે જે ખરેખર અમારા માટે ગૌરવની વાત છે. નાનકડી વયે આ સિદ્ધિ મેળવી હર્ષિ જીનિયસ ગર્લ બની ગઈ છે.

હર્ષિ

હર્ષિ તેના પરિવાર, ભૂજ સાથે સાથે ગુજરાતનું ગૌરવ બની ગઈ છે. હર્ષિ એ આટલી નાની ઉંમરમાં આવી સિદ્ધિ હાંસલ કરીને તેની ઉંમરના અન્ય બાળકોને પણ પ્રેરણા આપી છે કે તેઓ પણ તેનું નોલેજ વધારી શકે છે. ભણવામાં, રમતગમતમાં અને ઈત્તરપ્રવૃત્તિમાં પણ અવ્વલ છે અને પોતાના જ રેકોર્ડ તોડતી રહે છે.

હર્ષિ

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ