Not Set/ ભાવનગર/ પબ્લિક ગાર્ડનમાં જંગલી શિયાળે મારી લટાર, પાંચ કરતા વધુ લોકોને ભર્યા બચકા

વન્યપ્રાણીઓ દિવસે દિવસે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેરના પબ્લીક ગાર્ડન એવા પીલગાર્ડનમાં વહેલી સવારે એક શિયાળ ઘુસી આવતા બગીચામાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો, આ શિયાળ પણ માનવ વસ્તીમાં આવી જતા ગભરાઈ ગયું હતું. અને ચારથી પાંચ લોકોને કરડી ગયું હતું, જો કે ભારે જહેમત બાદ વનવિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરી અને […]

Gujarat Others
shiyaal ભાવનગર/ પબ્લિક ગાર્ડનમાં જંગલી શિયાળે મારી લટાર, પાંચ કરતા વધુ લોકોને ભર્યા બચકા

વન્યપ્રાણીઓ દિવસે દિવસે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેરના પબ્લીક ગાર્ડન એવા પીલગાર્ડનમાં વહેલી સવારે એક શિયાળ ઘુસી આવતા બગીચામાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો, આ શિયાળ પણ માનવ વસ્તીમાં આવી જતા ગભરાઈ ગયું હતું. અને ચારથી પાંચ લોકોને કરડી ગયું હતું, જો કે ભારે જહેમત બાદ વનવિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરી અને વિક્ટોરિયા પાર્કમાં લઇ જવામાં આવ્યું હતું.

 પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના પબ્લિક ગાર્ડન એવા પીલ ગાર્ડન માં આજે વહેલી સવારે જગલી શિયાળ ઘુસી આવ્યું હતું, જો કે શિયાળ માનવ વસ્તીમાં આવી જતા શિયાળ પણ ગભરાઈ ગયું હતું અને શિયાળ ને જોઇને લોકોમાં પણ અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો.

જોકે આ ભાગદોડ દરમિયના શિયાળ પાંચ કરતા વધુ લોકોને બચકા ભરી ગયું હતું, જો કે આ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગ ને જાણ કરતા વનવિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી ગી હતી,જો કે શિયાળ તે દરમિયાન બાજુમાં આવેલ રહેણાકી વિસ્તારમાં ઘુસી ગયું હતું. જ્યાં ભારે ભાગદોડ અને જહેમત બાદ શિયાળ ને વનવિભાગએ પકડી પાડ્યું હતું અને તેને વિક્ટોરિયા પાર્ક ખાતે મોકલી દેવામાં આવ્યું હતું, જો કે વનવિભાગ ના અધિકારીઓ લોકોને જણાવ્યું હતું કે જે લોકોને શિયાળ કરડ્યું હોય તેમને તેની વેક્સીન લઇ લેવી હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.