જુનાગઢ/ દીપડાએ સાત વર્ષની બાળકીનો કર્યો શિકાર

રાજ્યમાં દીપડાઓનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે આવી જ ઘટના બની છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામે.. સાત વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Gujarat Others
બાળકી
  • બાળકી પર દીપડાનો હુમલો
  • વંથલીના સોનારડી ગામની ઘટના
  • 7વર્ષની બાળકીનું મોત
  • સારવાર દરમિયાન થયું મોત

જૂનાગઢમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે..વંથલીના સોનારડી ગામમાં દીપડાએ 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું છે.દાદા-દાદી સાથે બાળકી નદીએ કપડા ધોવા ગઈ હતી ત્યારે ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.બાળકીના દાદાએ દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બાળકને ખેંચીને લઈ ગયો હતો.બાળકીના દાદાએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો દોડીને આવ્યા હતા.સ્થાનિકોએ દીપડાને પથ્થર મારીને બાળકીને છોડાવી હતી.ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.દીપડાના હુમલાની ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.વન વિભાગના અધિકારીઓએ દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી છે.

આ વિસ્તાર કે જ્યાં દાદા દાદી સાથે જઈ રહેલી સાત વર્ષની મન્નત મયુરભાઈ રાઠોડ નામની બાળા પોતાના દાદા દાદી સાથે નદીએ કપડાં ધોવા જતી હતી ત્યારે અચાનક ઝાડીમાં છુપાયેલો દીપડો આવી ચડ્યો હતો અને દાદીના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ઝાડીમાં ભાગી ગયો હતો. બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં ભારે શોખ ની લાગણી ફેલાય છે.

આજે 11:00 વાગ્યાના સવારે જ્યારે શાળાએથી મન્નત ઘરે પરત ફરી હતી અને દાદી દાદા સાથે જીદ કરીને તેની સાથે નદીએ જતી હતી ત્યારે આ ઘટના બનતા દાદીએ બૂમાબૂમ કરી દીધી હતી જે સાંભળીને ગામ લોકો દોડી આવ્યા હતા અને ઝાડીમાં દીપડા અને બાળકીની શોધ કરવા લાગ્યા હતા અને એક યુવાનના નજરે દીપડો ચડી જતા તેના પથ્થરના ઘા મારી બાળકીને છોડાવી હતી.

વંથલી તાલુકાના 15 ગામડાઓમાં વન્યપ્રાણી દીપડા અને સિંહોના આતંક થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આજે બનેલી સોનારડી ગામની ઘટનાથી લોકો હચમચી ગયા છે અને ધોળા દિવસે બાળકી ઉપર હુમલો કરી તેને શિકાર બનાવતા દીપડાઓને પકડવામાં આવે છે તેવી માંગણી ઊઠવા પામી છે. આમ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય પંથકમાં દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે વનવિભાગ હવે દીપડાઓને પકડશે કે પછી આ જ રીતની ઘટનાઓ બનતી રહેશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:ગુજરાતના એક યુવક સાથે વાત કર્યા બાદ યુવતીએ લગાવી છલાંગ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:અમેરિકામાં મંગળ ગ્રહ જેવી સ્થિતિ લાવતો બોમ્બ સાઇક્લોન શું છે તે જાણો

આ પણ વાંચો:દિલ્હીમાં કોંગ્રેસનો હુંકાર, ‘ભારત જોડો યાત્રા’માં રાહુલ સાથે આખો ગાંધી પરિવાર, સોનિયા-પ્રિયંકા પણ હાજર