નવી દિલ્હી: આર્કટિક (Arctic) મહાસાગરમાંથી આવતા બર્ફીલા પવનો અમેરિકા (USA) સહિતના પડોશી દેશોમાં તેની અસર બતાવી રહ્યા છે. આ તોફાનને બોમ્બ સાયક્લોન (Bomb cyclone) કહેવામાં આવે છે. વરસાદ, હિમવર્ષા અને ઠંડા વાવાઝોડાના કારણે લાખો અમેરિકનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આના લીધે અમેરિકામા મંગળ ગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળ ગ્રહ (Mars) પર તાપમાન માઇનસથી પણ નીચે હોય છે. હાલમાં અમેરિકામાં બોમ્બ સાઇક્લોનના લીધે આ સ્થિતિ છે. ગણતરીના કલાકોમાં તાપમાન 30થી 35 ડિગ્રી જેટલું ઘટી ગયું છે.
બોમ્બ ચક્રવાત અથવા બોમ્બોજેનેસિસ (Bombogenesis) એ ઝડપથી આગળ વધતું તોફાન છે. જ્યારે હવાનું દબાણ 24 કલાકની અંદર 20 મિલીબાર કે તેથી વધુ વધી જાય ત્યારે આવું તોફાન થાય છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (National ocenic and atmospheric administration) અનુસાર તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગરમ હવા (Warm air)નો સમૂહ ઠંડી હવા (Cold air) સાથે અથડાય છે. આ સમયે, આર્કટિકમાંથી હવા મેક્સિકોના અખાતમાંથી (Mexico bay) ઉષ્ણકટિબંધીય હવામાં જતી રહી, જેનાથી વરસાદ અને બરફ બંને લાવતું ડિપ્રેશન સર્જાય છે.
અમેરિકાની લગભગ 70 ટકા વસ્તી હવામાનના અસર, આર્કટિક બ્લાસ્ટ (Arctic blast)અને BOMB ચક્રવાતથી ઘેરાયેલી છે. તેથી અમેરિકાના ઘણા વિસ્તારોમાં પારો માઈનસ 20 થી માઈનસ 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આ આર્કટિક બ્લાસ્ટ ધીમે ધીમે BOMB ચક્રવાતનું સ્વરૂપ લેવા તરફ આગળ વધી રહ્યો છે. આ બધું પૃથ્વીના ઉત્તર ધ્રુવના આર્કટિક પ્રદેશમાંથી આવતા ઠંડા પવનોને કારણે થઈ રહ્યું છે.
આર્કટિક બ્લાસ્ટની રચનાની પ્રક્રિયા પૃથ્વીના ઉત્તરી છેડાથી શરૂ થાય છે. આર્કટિકના બરફથી (Snow) ઢંકાયેલા વિસ્તારોમાં ઠંડી હવા એકઠી થાય છે, પછી જેટ સ્ટ્રીમના (jet stream) રૂપમાં આ ઠંડી હવા અમેરિકા તરફ આગળ વધવા લાગે છે. જે પછી તે તુલનાત્મક રીતે ગરમ અને ભેજવાળી હવાને મળે છે અને આ એક એવી સિસ્ટમ બનાવે છે, જે પાછળથી અમેરિકામાં તબાહી મચાવવા માટે BOMB ચક્રવાતનું સ્વરૂપ લે છે.
બોમ્બ ચક્રવાત ત્યારે બને છે જ્યારે મજબૂત વાવાઝોડામાં વાતાવરણનું દબાણ ખૂબ જ ઝડપથી નીચે જાય છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે કેનેડા અને અમેરિકાની સરહદ પર સ્થિત ગ્રેટ લેક્સ વિસ્તારોમાં બોમ્બ ચક્રવાતની રચના માટે સ્થિતિ સર્જાઈ રહી છે. આર્કટિક બ્લાસ્ટની અસરને કારણે બોમ્બ સાયક્લોનનું સ્વરૂપ લેતી વખતે ઠંડા પવનો 112 થી 128 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે.
યુએસ નેશનલ વેધર સર્વિસે (USA National Weather Service) કહ્યું કે તે પહેલાથી જ ઠંડી પડી રહી છે. પશ્ચિમ કેનેડામાં (Canada) તાપમાન માઈનસ 53 ડિગ્રી સેલ્સિયસ (માઈનસ 63 ફેરનહીટ) થઈ ગયું છે. જ્યારે મિનેસોટામાં તાપમાન -38, ડલાસમાં -13 નોંધાયું છે. ઉષ્ણકટિબંધીય ઉત્તરીય ફ્લોરિડામાં પણ બરફ પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ
America/ અમેરિકામાં ભારે હિમવર્ષાના લીધે અનેક સેવાઓ ખોરવાઇ,ટ્રેન અને ફલાઇટ સૈાથી વધારે પ્રભાવિત
Corona Virus/ કોરોના થાય છે ત્યારે લોકોની સૂંઘવાની ક્ષમતા કેમ જતી રહે છે?