આજે રવિવારે, 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સવારે સાત વાગ્યાથી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઇ રહી છે. દરેક બેઠકો માટે આજે લોકોમાં ખાસો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. બપોરે એક વાગ્યા સુધી સરેરાશ 29 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે બીજી બાજુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારે સાત વાગ્યાથી એક વાગ્યા સુધીમાં અહીં એકપણ મત પડ્યો નથી. આ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
આ પણ વાંચો : જો તમે તંદુરસ્ત રહેવા આ તેલના ડબ્બા ખરીદો છો તો ચેતી જતો, અમદાવાદમાં ઝડપાયું છે નકલી તેલનું કૌભાંડ..
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. 3924 મતદારોએ આજે મતદાન કર્યુ નથી. 1 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. થોડા દિવસ અગાઉ ડભાસી ગામના લોકોએ નાળા મુદ્દો રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે આ આંદોલનમાં 86 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી અને નાળાની માંગ સાથે મુદ્દે ડભાસી ગામ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. બોચાસણ-7 જિલ્લા પંચાયત અને વેહરા- ૨૦ તાલુકા પંચાયત બેઠક હેઠળ ડભાસી ગામ આવે છે.
આ પણ વાંચો : મહિલાઓ અસલામત, બે દિવસમાં બે છેડતીના બનાવ, શહેરમાં ગુંડાગીરી બેફામ
મહત્ત્વનું છે કે, આણંદ જિ.પં. અને 8 તા.પં.ની સામાન્ય ચૂંટણીમાં કુલ 12,15,739 મતદારો ધરાવે છે. જેમાં6,28,851 પુરૂષ અને 5,86,876 સ્ત્રી તથા 12 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી વધુ આણંદ ગ્રામ્યમાં સૌથી વધુ 2,61,982અને સોજીત્રા તા.પં.માં સૌથી ઓછા 64,730 મતદારો છે. જયારે જિલ્લા પંચાયતની 42 બેઠકો પર ભાજપ કોંગ્રેસ સહિત કુલ 105 ઉમેદવારો મેદાનમાં છે. જયારે 8 તાલુકા પંચાયતોની 196 બેઠકો માટે પણ 463 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશેના એંધાણ જોવા મળી રહ્યા છે.
