@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
એક તરફ તેલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, છતાં શહેરીજનો પોતાની તંદુરસ્તીમાં વધારો કરવા માટે લાઈટ તેલ ખરીદતા હોય છે.ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં લાઈટ ઓઈલ આપવાનાં નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સોની ધરપકડ કરાઈ છે. નફો કમાવવા માટે સનફ્લાવર લાઈટ તેલનાં નકલી સ્ટીકર બનાવીને તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલના બદલે નકલી તેલ આપી છેતરપીંડી કરતો વેપારી ઝડપાયો છે.
આ પણ વાંચો : રાણો રાણાની રીતે… ફેસબુક પર લખવું યુવકને પડ્યું ભાર, ઉતાર્યો મોતને ઘાટ
નારણપુરા પોલીસે વિક્રમ ચૌધરી, મહેશ પટેલ, શૈલેષ મોદી અને અજીત પટેલ નામનાં શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ પૈસા કમાવવાની લાલચમાં લોકો સાથે ઠગાઈ કરી છે.લોકોની તંદુરસ્તીમાં વધારો કરતા સનફલાવર તેલનાં અંદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફલાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલનાં બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવી સનફલાવર તેલનાં ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ આચરતા હતા.નારણપુરા પોલીસે 45 હજારથી વધુની કિંમતનાં 16 તેલનાં ડબ્બા ઝડપી 4 શખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સાત ફેરા ફરતા પહેલા સજીધજીને મતદાન કરવા પહોંચી બે સગી દુલ્હનો
અમદાવાદનાં નારણપુરા વિસ્તાર આકાશ ફ્લેટ્સ, પરિશ્રમ ટાવર પાસે આવેલા તીરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાન્ડનાં સનફ્લાવર તેલનાં ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે.. પોલીસે રેડ કરીને તપાસ કરતા દુકાનમાં વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી 5 ડબ્બા ઝડપી લીધા હતાઆરોપીને પકડી તેણે આ તેલનાં ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તે તપાસ કરાતા તેણે શૈલેષ મોદી પાસેથી લીધા હોવાનુ કબુલ્યુ હતુ. જે બાદ વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલનાં ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનાં બે ઈસમો લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈને આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી.તમામ આરોપીઓને ઝડપી પુછપરછ કરતા તેઓ આ તેલનાં ડબ્બા ઓઢવનાં મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબુલ્યુ હતુ.
આ પણ વાંચો : મહિલાઓ અસલામત, બે દિવસમાં બે છેડતીના બનાવ, શહેરમાં ગુંડાગીરી બેફામ
નારણપુરા પોલીસે આ મામલે આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યુ કે ઓઢવના મહેશ પટેલ નામનાં આરોપીને શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં ડબ્બામાં સોયાબીન તેલ નાખી તે ડબ્બા પર ફોર્ચ્યુન સનફ્લાવર તેલના લોગોનું સ્ટીકર લગાવી શહેરમાં અલગ અલગ વેપારીઓને વેચાણ માટે આપતો હતો.પોલીસે કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
