Not Set/ કોરોના વેક્સિનનાં કારણે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી, જાણો વધુ વિગત

દેશમાં કોરોનાની બીજી લહેર હવે મંદ ગતિએ પહોંચી ગઇ છે. આ મહામારીથી બચવા માટે વેક્સિન સૌથી મોટો વિકલ્પ હોવાનુ દુનિયાભરનાં વૈજ્ઞાનિકો માની રહ્યા છે.

Top Stories India
1 459 કોરોના વેક્સિનનાં કારણે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી, જાણો વધુ વિગત

દેશમાં કોરોનાની બીજી લહેર હવે મંદ ગતિએ પહોંચી ગઇ છે. આ મહામારીથી બચવા માટે વેક્સિન સૌથી મોટો વિકલ્પ હોવાનુ દુનિયાભરનાં વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ત્યારે હવે વેક્સિનને લઇને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે આપને દુખી કરી શકે છે.

ગરમાયુ રાજકારણ / કેજરીવાલે કોંગ્રેસનાં MLA અંબરીશ ડેરનો કર્યો સંપર્ક, ઘણા તર્ક વિતર્કો શરૂ

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ભારતમાં વેક્સિનનાં કારણે 68 વર્ષીય વ્યક્તિનાં મોતની પુષ્ટિ થઈ છે. ભારત સરકાર દ્વારા રચાયેલી પેનલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. માહિતી અનુસાર, 68 વર્ષીય વૃદ્ધને 8 માર્ચ, 2021 નાં ​​રોજ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો, જે પછી તેમનું મોત નીપજ્યું હતું. ભારતમાં કોરોના વાયરસ સામે લડાઇ ચાલુ છે. રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે, ભારતમાં કોરોના રસીને કારણે પ્રથમ મૃત્યુની પુષ્ટિ થતા ચકચાર મચી છે. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી પેનલ દ્વારા મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પેનલ અનુસાર, એક 68 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ કોરોના રસીકરણ પછી થયું હતું. તે વ્યક્તિને 8 માર્ચ 2021 ના ​​રોજ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. તે પછી તેનું મોત નીપજ્યું હતું. ઇન્ડિયા ટુડે આ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે, અત્યાર સુધી વેક્સિનનાં 25.87 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યુ કે, સોમવારે 18-44 વર્ષની વય જૂથનાં 20,99,621 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 1,16,326 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

કોરોનાની અસર / દેશમાં બીજી લહેર શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60,471 નવા કેસ

મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં આ વાયરસ સામે રસીકરણનાં ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશભરમાં 18-44 વર્ષની વય જૂથનાં 4,34,35,032 લોકોએ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ અને 8,33,808 લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમણે કહ્યું કે બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં, 18 થી 44 વર્ષની વયનાં 10 લાખથી વધુ લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

majboor str 16 કોરોના વેક્સિનનાં કારણે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી, જાણો વધુ વિગત