Not Set/ અમેરિકન સેના પર એકવાર ફરી થયો હુમલો, ઈરાક મિલિટ્રી બેઝને બનાવ્યું નિશાન

ઇરાકનાં નિનેવેહ પ્રાંતમાં શુક્રવારે રાત્રે પાંચ શેલ્સ વડે ઇરાકી સૈન્ય મથક પર હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, અમેરિકન સૈન્ય સૈનિકો અહીયા રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો ઇરાકનાં અલ કૈયાર એરબેઝ પર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થયાનાં સમાચાર નથી. મોસલમાં એક સુરક્ષા સ્રોતે ખુલાસો કર્યો કે અલ કૈયાર એરબેઝની […]

Top Stories World
Iraq Attack અમેરિકન સેના પર એકવાર ફરી થયો હુમલો, ઈરાક મિલિટ્રી બેઝને બનાવ્યું નિશાન

ઇરાકનાં નિનેવેહ પ્રાંતમાં શુક્રવારે રાત્રે પાંચ શેલ્સ વડે ઇરાકી સૈન્ય મથક પર હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, અમેરિકન સૈન્ય સૈનિકો અહીયા રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો ઇરાકનાં અલ કૈયાર એરબેઝ પર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થયાનાં સમાચાર નથી. મોસલમાં એક સુરક્ષા સ્રોતે ખુલાસો કર્યો કે અલ કૈયાર એરબેઝની પરિધિમાં કાત્યૂશા રોકેટ ચલાવવામાં આવ્યા હતા.

Image result for iraq attack

નોંધનીય છે કે, આ પહેલા પણ લાખો પ્રદર્શનકારીઓએ ઇરાકનાં રસ્તાઓ પર દેખાવો કર્યા હતા. આ લોકો માંગ કરી રહ્યા હતા કે તમામ અમેરિકન સૈનિકોને શાંતિપૂર્ણ રીતે ઇરાકથી તાત્કાલિક દૂર કરવામાં આવે. જણાવી દઇએ કે, 5 જાન્યુઆરીએ, ઇરાકની સંસદે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં સરકારને દેશમાંથી વિદેશી સૈન્યની હાજરીને દૂર કરવાની આવશ્યકતા હતી. આ બધુ અમેરિકન હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનનાં કમાન્ડર કાસિમ સુલેમાનીનાં મૃત્યુ પછી આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.