એજ્યુકેશન/ ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓને હવે ભાષાનું માધ્યમ બાધક બનશે નહિ | જાણો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેનો નવો નિર્ણય

અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવે તેવી માગણી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી હતી.

Top Stories Gujarat Others
Last chance for a Semester's failed student, You have to go to Gandhinagar for the Examination

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીના હિતમાં એક નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર હવેથી ધોરણ-9થી 12માં ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે.

રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના અલગ અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેને પરિણામે તેમને તકલીફ પડે છે ત્યારે અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવે તેવી માગણી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી હતી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ માધ્યમ બદલવા અંગે આદેશ કર્યો હતો. જેના આધારે હવેથી વિદ્યાર્થીઓનાં અભ્યાસને  ભાષાનું માધ્યમ બાધક બનશે નહિ અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?