Not Set/ ગુજરાતના કાયમી ડીજીપી કોણ બનશે-ચુંટણી પંચ કરશે નિર્ણય

ગુજરાતના કાયમી ડીજીપી કોણ બનશે તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન થયેલી છે, જેમાં ગુજરાત સરકારે 1 નવેમ્બરના રોજ જવાબ આપવાનો હતો, પણ હવે ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે આ મામલે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવો પડશે. ગુજરાતમાં ડીજીપીના પદને લાયક ત્રણ આઈપીએસ અધિકારી છે, જેમાં ગીથા જોહરી, પ્રમોદકુમાર અને શિવાનંદ ઝાનો સમાવેશ થાય […]

Gujarat
Geetha Johri ગુજરાતના કાયમી ડીજીપી કોણ બનશે-ચુંટણી પંચ કરશે નિર્ણય

ગુજરાતના કાયમી ડીજીપી કોણ બનશે તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન થયેલી છે, જેમાં ગુજરાત સરકારે 1 નવેમ્બરના રોજ જવાબ આપવાનો હતો, પણ હવે ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે આ મામલે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવો પડશે. ગુજરાતમાં ડીજીપીના પદને લાયક ત્રણ આઈપીએસ અધિકારી છે, જેમાં ગીથા જોહરી, પ્રમોદકુમાર અને શિવાનંદ ઝાનો સમાવેશ થાય છે, પી પી પાંડેય નિવૃત્ત થયા બાદ રાજય સરકારે સૌથી સિનિયર આઈપીએસ અધિકારી ગીથા જોહરીને ડીજીપી બનાવવા જોઈતા હતા, પણ તેમને કાયમી ડીજીપી બનાવવાને બદલે તેમને વધારો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ અંગે પુર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ પીટીશન કરી કાયમી ડીજીપી મુકવાની માગણી કરી હતી. જો કે હવે રાજ્ય સરકાર ત્રણ આઈપીએસ અધિકારીના નામ ચૂંટણી પંચને મોકલી આપશે, જેમાંથી એક નામ પંચ દ્વારા પસંદ કરી તેમને કાયમી ડીજીપી બનાવવામાં આવશે, પરંતુ જો ગીથા જોહરીને ડીજીપી તરીકે પસંદ કરવામાં આવે તો તેઓ તા 30મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આમ ચૂંટણીની ચાલુ પ્રક્રિયા દરમિયાન તેઓ નિવૃત્ત થઈ જાય તો ફરી ચૂંટણી પંચે બીજા ડીજીપી નિમવા પડે. જો કે પંચ પાસે સત્તા હોવાને કારણે જોહરીને ડીજીપી બનાવ્યા પછી તેઓ ત્રણ મહિનાની તેમની મુદત વધારી પણ શકે છે, અથવા તેઓ જોહરીના પછીના ક્રમાંકે આવતા સિનિયર આઈપીએસ અધિકારી પ્રમોદકુમારને ડીજીપી બનાવી શકે છે.ઉલ્લેખનીય છે કે ત્રીજા ક્રમે શિવાનંદ ઝા ડીજીપી છે, તેઓ નિયમ પ્રમાણે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થતાં પ્રમોદકુમાર પછી ડીજીપી થઈ શકે છે, જો કે હવે ત્રણ અધિકારીમાંથી કોના નામ ઉપર પંચ ડીજીપીની મહોર લાગે છે તે જોવાનું રહ્યું