Not Set/ રાજ્યનાં દરિયાકાંઠે આઇલેન્ડનો કરાશે વિકાસ, કયા આઇલેન્ડનો થઇ શકે છે વિકાસ?

ગુજરાતને પ્રવાસનક્ષેત્રે અગ્રેસર રાખવા કેન્દ્ર અને રાજ્યસરકારના સંયુક્તપ્રયાસથી કવાયત હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat Others
ગરમી 148 રાજ્યનાં દરિયાકાંઠે આઇલેન્ડનો કરાશે વિકાસ, કયા આઇલેન્ડનો થઇ શકે છે વિકાસ?
  • ગુજરાતના દરિયાકાંઠે આઇલેન્ડનો વિકાસ કરાશે
  • આંદામાન-નિકોબાર પેટર્ન આઇલેન્ડ વિકાસ કરાશે
  • કેન્દ્રએ જીઆઇડીબીને સોંપી જવાબદારી
  • આઇલેન્ડ વિકાસ અભ્યાસ હેતુ 10 કરોડની ફાળવણી
  • ટૂંક સમયમાં શક્યતાદર્શી રિપોર્ટ સરકારને સોંપાશે
  • કેન્દ્રના નીતિ આયોગે આઇલેન્ડ વિકાસનીતિ બનાવવા આપી સૂચના
  • રાજ્યસરકારે પણ આઇલેન્ડ વિકાસનીતિ ઘડવા કરી કવાયત
  • ગુજરાતને પ્રવાસનક્ષેત્રે વધુ વેગ આપવા પ્રયાસ

ગુજરાતને પ્રવાસનક્ષેત્રે અગ્રેસર રાખવા કેન્દ્ર અને રાજ્યસરકારના સંયુક્તપ્રયાસથી કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્રસરકારે ગુજરાતના સૌથી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં વિવિધ સ્થળે  આઇલેન્ડનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પ્રાથમિક શક્યતાદર્શી અહેવાલને અંતિમ ઓપ અપાઇ ગયો છે. કેન્દ્રસરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપેમેન્ટ બોર્ડના નેજા હેઠળ આઇલેન્ડ વિકાસનો પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યાદ આવ્યુ લોકડાઉન / દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, શું છે આજની સ્થિતિ?

ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસીઓને આકર્ષવાના હેતુથી આંદામાન-નિકોબાર પેટર્ન આઇલેન્ડ વિકાસ કરવાનો નિર્ણય કેન્દ્રસરકારે કર્યો છે. કેન્દ્રસરકારે આ અંગે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા સહિત પ્રોજેક્ટને આગળ ધપાવવા અંગેની જવાબદારી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડને સોંપી છે. પ્રથમ તબક્કામાં માત્ર શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા હેતુ રૂ,10 કરોડની ફાળવણી કરી છે. પ્રથમ તબક્કે ગુજરાતના સાત આઇલન્ડનો વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાનું એક વર્ષ / અણધારી આવેલી આફત સામે ઓચિંતા લેવાયા પગલા, છતાં હતાં ત્યાં ને ત્યાં, જાણો એક વર્ષનો ઘટનાક્રમ

કયા આઇલેન્ડનો વિકાસ થઇ શકે ?

પિરોટન                –         જામનગર

મિયાણી                –        ઓખા

બેટ શાંખોદર        –        દ્વારકા

આલિયાબેટ          –        પોરબંદર

સવાઇબેટ              –        અમરેલી

અમદાવાદીઓ આનંદો / શહેરમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ, જનતાને મળશે રાહત

ગુજરાતમાં આ  આઇલેન્ડનો વિકાસ કરવા કેન્દ્રીય નીતિ આયોગે ગુજરાત સરકારને વિકાસ નીતિ તૈયાર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારમાં સાત આઇલેન્ડનો વિકાસ કરવા પ્રથમ તબક્કે 108 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. આઇલેન્ડનો વિકાસ કરવા શક્યતાદર્શી અહેવાલ તૈયાર થવામાં છે. અહેવાલ તૈયાર કરવામાં આઇલેન્ડ વિકાસ હેતુ બંદર કનેક્ટીવીટી – પ્રવાસન વિકાસ – સલામતી વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન સહિતના તમામ મુદ્દા કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. આઇલેન્ડવિકાસ સ્થળે પર્યાવરણ જાળવણી વ્યવસ્થા , હોટેલ્સ – મોટેલ્સ ,  લાઇટહાઉસ અને દીવાદાંડી સહિતની સુવિધા પ્રાપ્ય બનાવવામાં આવશે. જો આઇલેન્ડ વિકાસ પ્રોજેક્ટ અમલી બનશે તો ગુજરાતનું નામ પ્રવાસનક્ષેત્રે વિશ્વમાં વધુ અગ્રેસર બનશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ