Not Set/ CBSEના ધો.૧૨ના અર્થશાસ્ત્ર બાદ પોલિટિકલ સાઈન્સનું પેપર પણ લીક થયું હોવાનો ઘટસ્ફોટ આવ્યો સામે

દિલ્લી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા હાલમાં યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવી રહેલા પેપર લીકના મુદ્દે દિન-પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે શનિવારે બે વિષયના પેપર લીકની વાત વધુ આગળ વધતી જોવા મળી રહી છે. CBSEના ધો.૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રના વિષયનું પેપર લીક થવાનો ખુલાસો કરનાર વિસલબ્લોઅરે હવે વધુ […]

Top Stories
gguoo CBSEના ધો.૧૨ના અર્થશાસ્ત્ર બાદ પોલિટિકલ સાઈન્સનું પેપર પણ લીક થયું હોવાનો ઘટસ્ફોટ આવ્યો સામે

દિલ્લી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા હાલમાં યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવી રહેલા પેપર લીકના મુદ્દે દિન-પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે શનિવારે બે વિષયના પેપર લીકની વાત વધુ આગળ વધતી જોવા મળી રહી છે.

CBSEના ધો.૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રના વિષયનું પેપર લીક થવાનો ખુલાસો કરનાર વિસલબ્લોઅરે હવે વધુ એક દાવો કર્યો છે કે, ધો.૧૨નું પોલિટિકલ સાઈન્સનું પેપર પણ લીક થયું છે. વિસલબ્લોઅરના વધુ એક ખુલાસા બાદ CBSE બોર્ડમાં પણ અફરાતફરી સર્જાઈ છે.

વિસલબ્લોઅરે જણાવ્યું હતું કે, “‘તેઓએ ૧૭ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીએસઈ તેમજ પોલીસને પેપર લીકના મામલાના સંબંધમાં એલર્ટ કર્યા હતા પરંતુ તેઓ દ્વારા કોઈ એક્શન લેવામાં આવી ન હતી”.

વિસલબ્લોઅરે લુધિયાણામાં એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેઓ ૧૦૦ ટકા આશ્વસ્ત છે કે, પોલિટિકલ સાઈન્સનું પેપર લીક થયું છે”. તેમજ તેને એ પણ જણાવ્યું હતું કે, પેપરલીક કરવાવાળા સાથે યુટ્યુબના માધ્યમથી સંપર્ક સાધ્યો હતો.

બીજી બાજુ દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા વિસલબ્લોઅરની શોધખોળ હાથ ધરાઈ છે અને આ માટે તેઓએ ગૂગલનો પણ સહયોગ માંગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, વિસલબ્લોઅરે CBSE બોર્ડના ચેરપર્સનને પરીક્ષાના કલાકો પહેલા પેપરલીકના મામલે એક વોર્નિંગ ઈ-મેઈલ મોકલ્યો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઈ-મેઈલના સંદર્ભમાં ગૂગલ પાસે જવાબ માંગ્યો છે. આ ઈ-મેઈલ GMAILના આઈડી દ્વારા મોકલાવામાં આવ્યો હતો અને જેમાં હાથથી લખેલા પ્રશ્નપત્રોની તસ્વીરો પણ સાંકળવામાં આવી હતી.

મહત્વનું છે કે, CBSE દ્વારા પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ ધો. ૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જયારે ધો.૧૦ના ગણિતના પેપરને લઈ અત્યારસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પેપર લીક હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વિસલબ્લોઅરનો વધુ એક સ્ફોટક ખુલાસા બાદ CBSEના ૨૮ લાખ વિધાથીઓ માટે વધુ એક ચિંતાનું કારણ બન્યું છે.