Not Set/ દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી, રેકોર્ડ બ્રેક ટેસ્ટ છતાં 2 લાખથી ઓછા નવા કેસ નોધાયા

દેશના આરોગ્ય મંત્રાલય તફરથી જાહેર કરવામાં આવેલા આંક અનુંસર આજે દેશમાં 1.87 નવા કેસ સામે આવ્યા છે. જયારે  3847 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

Top Stories India
k2 5 દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી, રેકોર્ડ બ્રેક ટેસ્ટ છતાં 2 લાખથી ઓછા નવા કેસ નોધાયા
  • 24 કલાકમાં 1.87 લાખ નવા કેસ
  • રિકવરી 24 કલાકમાં 2.70 લાખથી વધુ
  • દેશમાં કુલ કેસ પોણા ત્રણ કરોડને પાર
  • કુલ રિકવરી પહોંચી અઢી લાખની નજીક

દેશમાં કોરોના વાઇરસની બીજી હાહાકાર મચાવતી લહેરની ચપેતમાંથી બહાર આવી રહ્યું છે. આજે દેશ્માંનોધાયેલા કોરોના કેસનો આંક બતાવે છે કે દેશ કોરોના વાઈરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે. આજે દેશમાં બે લાખ કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે.

દેશના આરોગ્ય મંત્રાલય તફરથી જાહેર કરવામાં આવેલા આંક અનુંસર આજે દેશમાં 1.87 નવા કેસ સામે આવ્યા છે. જયારે  3847 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, 2.70 લાખથી વધુ લોકો કોરોનામાંથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં કુલ સંક્રમીતોની સંખ્યા પોણા ત્રણ કરોડને પાર કરી ચુકી છે. જયારે કોરોનાથી સ્વાસ્થ્ય થયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ અઢી કરોડની નજીક પહોચી ગઈ છે.

દેશ્માત્યાર સુધીમાં  33 કરોડ 70 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. પાછલા દિવસે લગભગ 22 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 9 ટકાથી વધુ છે.

દેશમાં કોરોના મૃત્યુ દર 1.15 ટકા છે જ્યારે રીકવરી  89 ટકાથી વધુ છે. સક્રિય કેસ 10 ટકાથી પણ ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે.

દરમિયાન, કોરોનાની સાથે બ્લેક ફંગસ નો કહેર પણ દેશમાં વધી રહ્યોછે. તો કેરળમાં રાજ્ય સરકારે કોવિડ -19 ને કારણે અનાથ બાળકોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે, કેન્દ્ર સરકારે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારોને આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રાલયે 30 જૂન સુધી કોવિડની વર્તમાન માર્ગદર્શિકા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.