Not Set/ LIVE જસદણનો જનાદેશ: કુંવરજીની કમાલ છઠ્ઠી વખત બન્યા જસદણના ધારાસભ્ય

અમદાવાદ: દેશના ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો માટે આજે રવિવારનો દિવસ કસોટીનો દિવસ બની રહેશે. આજે રવિવવારે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે જસદણનો જનાદેશ નક્કી કરશે કે, જસદણની બેઠક કોંગ્રેસની છે કે કુંવરજીની. જો કે આ ચૂંટણી માટે […]

Top Stories Rajkot Gujarat Trending Politics
Jasdan by Poll LIVE: who will win Jasdan Election? Congress or Kunvarji? Counting began

અમદાવાદ: દેશના ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો માટે આજે રવિવારનો દિવસ કસોટીનો દિવસ બની રહેશે. આજે રવિવવારે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે જસદણનો જનાદેશ નક્કી કરશે કે, જસદણની બેઠક કોંગ્રેસની છે કે કુંવરજીની. જો કે આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેમની પસંદ કોણ છે?

કેબિનેટ મંત્રીની જીતના જશ્નમાં સીએમ રૂપાણી હાજર રહેશે

હાલમાં જસદણના જંગમાં ભાજપની રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જીતની નજીક પહોંચી ગયા છે. જેના લીધે ભાજપ દ્વારા જસદણની જીતનો જશ્ન મનાવવા માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે રૂપાણી સરકારના કેબિનેટ મંત્રીની આ જીતની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણ આવી શકે છે

બાવળિયાની જીત માટે ભાજપે શરુ કરી વિજયોત્સવની તૈયારી

15000 કરતા વધુ મતોની સરસાઈથી સતત આગળ રહી રહેલા કુંવરજી બાવળિયાની જીત નિશ્ચિત માનીને ભાજપ દ્વારા વિજયોત્સવનો જશ્ન મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિજય સરઘસ માટે ગાડીઓને પણ તૈયાર કરાવવામાં આવી રહી છે. ગાડીઓને ફૂલોથી શણગારવામાં આવી રહી છે.

ભાજપ કાર્યાલય કમલમમાં વિજય ઉત્સવ શરૂ કરાયો. ઢોલ નગારા સાથે ઉજવણી શરૂ

જીતુ વાઘાણી જસદણ આવવા રવાના થયા. મતગણતરી સેન્ટર બહાર કુંવરજીની જીતના ફટાકડા ફોડાયા. લોકો બીજેપીની જીત પર ડાન્સ કરી રહ્યા છે.

નાકિયાએ હાર સ્વિકારીને ઠીકરું ઈવીએમ પર ફોડ્યું 

સતત કુંવરજી બાવળીયાની સરસાઈ વધતા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પોતાની હારનો સ્વીકાર કર્યો છે. અવસર નાકિયાએ મતદારોનો આભાર માન્યો છે જયારે પોતાની હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે. અવસર નાકિયાએ જણાવ્યું હતું કે, મેં પહેલીવાર જ ઉમેદવારી કરી હતી. ઈવીએમમાં આડુંઅવડું કરીને ભાજપે જીત કરી હશે. કેટલાક મતદાન કેન્દ્રો પરથી મતદારોને પાછા કાઢેલા હતા. તમામ સમાજના મને મત મળ્યા છે અને તમામ સમાજનો હું આભાર માનું છું.

LIVE મતગણતરી :

17 રાઉન્ડ બાદ કુંવરજી બાવળિયા જંગી જીત તરફ આગળ વધી રહ્યા છે. મતની સરસાઈને જોતા હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી રહી છે તેમ કહી શકાય. 17 રાઉન્ડ બાદ કુંવરજી  બાવળિયાને 89782 અને અવસર નાકિયાને 69521 મત મળ્યા છે.

ભાજપના કાર્યાલયમાં જીત શરૂ થઈ, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય પર સોપો છવાયો.

ગાંધીનગરના નેતાઓ જસદણ આવવા રવાના. 2 વાગ્યા સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જસદણ પહોંચશે. ત્યાર બાદ જસદણમાં ભાજપનું મોટું સેલિબ્રેશન થશે. ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવશે.

16 રાઉન્ડ બાદ કુંવરજીની સરસાઈ વધતા જીત નિશ્ચિત

16મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ. કુંવરજીને મળ્યા 78702 અને નાકિયાને 62729 મત મળ્યા. આમ, સતત 16મા રાઉન્ડમાં કુંવરજીએ લીડ જાળવી રાખી.

15મા રાઉન્ડની મતગણતરી પૂરી. 15 રાઉન્ડ બાદ અવસર નાકિયાને મળ્યા 56361 મત. કુંવરજીને મળ્યા 73867 મત. કુંવરજીની લીડ 17 હજારને પાર કરી ગઈ.

14મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ . પોતાનો ગઢ જાળવવામાં બાવળિયા સફળ રહ્યા. કુંવરજી બાવળિયાને મળ્યા 70442 મત અને નાકિયાને 52760 મત મળ્યા. બાવળિયા જંગી લીડથી સતત આગળ વધી રહ્યા છે.

13 માં રાઉન્ડમાં પણ બાવળિયાની સરસાઈ યથાવત

13મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે. 13માં રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ 66086 મત મેળવ્યા છે જયારે અવસર નાકિયાએ 48366 મત મેળવ્યા છે. હવે મત ગણતરી માટે માત્ર 6 રાઉન્ડની ગણતરી બાકી છે.

12માં રાઉન્ડમાં બાવળિયાની લીડ 15000 વધી 

12મા રાઉન્ડની મતગણતરી પણ પૂરી થઈ છે. 15 હજારની વધુ મતોની લીડ સાથે કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યા છે. કુંવરજી બાવળિયાએ 60279 મત મેળવ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસના અવસર નાકિયાને 44890 મત મળ્યા છે. બાવળિયા ધીમે ધીમે પોતાની જીત તરફ આગળ વધી રહ્યા છે.

11માં રાઉન્ડમાં બાવળિયાની લીડમાં થયો છે વધારો 

11મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ. કુંવરજી બાવળિયાએ 54 હજારનો આંકડો વટાવ્યો. કુંવરજી બાવળિયાએ 54677 મતો મેળવ્યા છે જયારે કોંગ્રેસના અવસર નાકિયાએ 41791 મત મેળવ્યા છે. જેના કારણે બાવળિયાની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. જેના કારણે  બાવળિયાની જીત નિશ્ચિત માનીને ભાજપ દ્વારા કેબિનેટ મંત્રીનાં જીત માટે વિજયોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે.

દસમાં રાઉન્ડમાં કુંવરજીની સરસાઈ ફરી એક વખત 11000 ને પાર કરી 

10માં રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સરસાઈ 11600 મતથી વધી ગઈ છે.  હવે 9 રાઉન્ડની ગણતરી જ બાકી રહી. કુંવરજીને મળ્યા 49656 મત અને નાકિયાને 38056

નવમાં રાઉન્ડમાં બાવળિયાની સરસાઈ દસ હજારથી ઘટી

9મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ. કુંવરજી બાવળિયાને મળેલા મતોનો આંકડો 43 હજારને વટાવી ગયો છે. જો કે તેમની સરસાઈમાં થોડો ઘટાડો થયો છે જેના કારણે હવે તેઓ માત્ર 9449 મતથી અવસર નાકિયાથી આગળ ચાલી રહ્યા છે. સતત નવમા રાઉન્ડમાં અવસર નાકિયા પાછળ ચાલી રહ્યા છે. કુંવરજી બાવળિયા 43105 મતો સાથે જયારે અવસર નાકિયા 33640 મતો સાથે ચાલી રહ્યા છે.

 

Jasdan by Poll LIVE: who will win Jasdan Election? Congress or Kunvarji? Counting began
mantavyanews.com

આઠમાં રાઉન્ડમાં  બાવળિયાની સરસાઈમાં થયો ઘટાડો 

આઠમા રાઉન્ડની ગણતરી શરૂ થઈ છે. કોંગ્રેસના વિસ્તારોની મતગણતરી શરૂ થતા કુંવરજી બાવળિયાની સરસાઈ ઘટતી જોવા મળી રહી છે. આ રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના મતોમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો જયારે અવસર નાકિયાના મતોમાં વધારો થતો જોવા મળ્યો છે. બાવળિયાની સરસાઈ ઘટીને દસ હજારથી નીચે આવી ગઈ છે.

સાતમાં રાઉન્ડમાં કેબિનેટ મંત્રી બાવળિયાને 11000 મતોની સરસાઈ

સાતમા રાઉન્ડની મતગણતરી પૂરી. કુંવરજી બાવળીયા સતત આગળ ચાલી રહ્યા છે. 37341 કુંવરજીને અને 28925 નાકિયાને. કુંવરજીની લીડ ઓછી થઈ. હવે કોંગ્રેસનો ગઢ ગણાતા મતવિસ્તારોની મતગણતરી શરૂ

સાતમા રાઉન્ડમાં બાવળિયા 11 હજારથી વધુ મતોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાથી આગળ ચાલી રહ્યા છે.

Jasdan by Poll LIVE: who will win Jasdan Election? Congress or Kunvarji? Counting began
mantavyanews.com

પાંચમા રાઉન્ડની ગણતરીમાં કુંવરજીથી 10000 મતોની સરસાઈથી  આગળ

પાંચમાં રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતની ભાજપ સરકારન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમના ચેલા અને નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના અવસર નાકિયા કરતા 10000 મતોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.

ચોથા રાઉન્ડની ગણતરી પૂરી, કુંવરજી 7685 લીડથી આગળ

ચોથા રાઉન્ડમાં બાવળિયાના લીડ સતત વધી રહી છે. ભાજપ સરકારના કેબિનેટ મંત્રી બાવળિયા 5000 મતોની સરસાઈથી કોંગ્રેસના અવસર નાકિયાથી આગળ ચાલી રહ્યા છે. 23812 મત બાવળીયાને અને 15930 અવસર નાકિયાને મળ્યા.

ચોથા રાઉન્ડમાં કુંવરજીના જ મત વિસ્તારની મતગણતરી ચાલી રહી છે, જેથી પોતાના વિસ્તારમાં તેઓ જંગી લીડ મેળવી રહી છે.

ચોથા રાઉન્ડની મતગણતરીમાં કુંવરજી બાવળિયાને મળ્યા 17819 મત જયારે અવસર નાકિયાને મળ્યા 14745 મત. અવસર નાકિયા માત્ર 3000 મતથી પાછળ, પણ કુંવરજીને આપી રહ્યા છે જોરદાર ટક્કર

ત્રીજો રાઉન્ડ શરૂ. કુંવરજી બાવળિયા 2700 મતથી આગળ

ઠંડી હોવા છતા મતગણતરી સેન્ટરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. હાલ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાના ગ્રામ્ય વિસ્તારોની મતગણતરી થઈ રહી છે

બીજા રાઉન્ડમાં નાકિયાના 5618 અને કુંવરજીના 684 મત 

બીજા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે. કુંવરજી 1500 જેટલા મતથી અવસર નાકિયાથી આગળ. હજી ગ્રામીણ વિસ્તારોની મતગણતરી થઈ રહી છે, શહેરી વિસ્તારની મતગણતરી હજી શરૂ કરવામાં આવી નથી.

4705 મતથી કુંવરજી બાવળિયાનું પલડુ ભારે, 3704 મતથી અવસર નાકિયા પાછળ

બીજા રાઉન્ડમાં 2000થી વધુ મતથી કુંવરજી બાવળિયા આગળ ચાલી રહ્યાં છે.

Jasdan by Poll LIVE: who will win Jasdan Election? Congress or Kunvarji? Counting began
mantavyanews.com

પહેલા રાઉન્ડમાં કુંવરજી બાવળિયા પાછળ હતા 106 મતથી ચાલતા હતા

જસદણ ખાતે મતગણતરી કેન્દ્ર પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ છે.

આ માથાકૂટ પાછળનું કારણ ભાજપ દ્વારા એવી કોમેન્ટ કરવામાં આવી રહી હતી કે, અવસર નાકિયાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અવસર નાકિયા દ્વારા ભાજપના લોકોને આ અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભાજપની ટિપ્પણી બાદ થોડી તકરાર થઈ હતી.

110 પોસ્ટ વોટ બેલેટ પેપરની મતગણતરી પૂરી, કુંવરજી બાવળિયા આગળ. ટૂંક સમયમાં જ ઈવીએમની ગણતરીની શરૂઆત થશે

પ્રથમ રાઉન્ડમાં પાંચ હજારથી વધુ મતની ગણતરી શરૂ કરવામાં આવી

થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે. તે પહેલા જ કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. ભરત બોઘરા પણ પહોંચી ગયા છે.

મતગણતરી શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાએ આજે સવારે ઘરેથી પૂજા અર્ચના કરી હતી અને કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. તો બીજી તરફ ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે પણ જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. આ વખતનું પરિણામ અકલ્પનીય હશે તેવી લાગણી કુંવરજીભાઇએ વ્યક્ત કરી હતી.