ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે
બપોર 12-00 કલાકે મળશે સત્ર
પ્રથમ સત્રમાં આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો લેશે શપથ
પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ
વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થશે ચૂંટણી
એક દિવસના સત્રમાં મળશે બે બેઠકો
Ghandhinagar ; ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક વિજ્ય મેળવ્યા બાદ આજે વિધાનસભાનું ટુંકું સત્ર મળશે ,આજે બપોરે 12 કલાકે સત્ર મળશે. મંત્રી મંડળ બાદ હવે તમામ ધારાસભ્યોનો આજે શપથ લેશે. આ ધારાસભ્યોને પ્રોટમ સ્પીકર યોગેશ પટેલ શપથ લેવડાવશે. આજે 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની છે. સૌ પ્રથમ રાજભવન ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડવાશે. ત્યારબાદ તેમને કાર્યકરી અધ્યક્ષ તરીકે બીજાને શપથ લેવડાવવાના અધિકાર મળશે. બપોરે 11.30 થી 12.00 વાગે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે ત્યાર બાદ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, જો વિપક્ષ નેતા બનાવે તો તેમને, રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકની શપથવિધિ થશે. ક્રમ અનુસાર ધારાસભ્યને કાર્યકરી અધ્યક્ષ શપથ લેવડાવશે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતનાર ધારાસભ્યો આજે શપથ લેશે.નોંધનીય છે કે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે. પ્રોટેમ સ્પીકર એવી જ વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ સૌથી વધુ અનુભવી અને સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્ય હોય છે.
નોંધનીય છે કે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે ત્યાર બાદ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, જો વિપક્ષ નેતા બનાવે તો તેમને, રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકની શપથવિધિ થશે.નવી સરકાર હાલ એકશન મોડમાં જોવા મળી રહી છે.
