Twitter/ એલોન મસ્ક ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપશે! ટ્વીટ કરીને લોકો પાસે માંગ્યો અભિપ્રાય

જયારથી ટ્વિટર એલોન મસ્કે ખરીદ્યું છે, ત્યારથી ટ્વિટરના સમાચાર સતત આવતા રહે છે. આ ટ્વિટરના સીઇઓ બન્યા બાદ એલોન મસ્કે મોટી જાહેરાત કરી છે.

Top Stories World
Elon Musk

Elon Musk:  જયારથી ટ્વિટર એલોન મસ્કે ખરીદ્યું છે, ત્યારથી ટ્વિટરના સમાચાર સતત આવતા રહે છે. આ ટ્વિટરના સીઇઓ બન્યા બાદ એલોન મસ્કે મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું કે મારે સીઇઓ પદ પરથી રાજીનામું આપવો કે નહીં તે અંગે તમામ લોકોને સર્વેમાં ભાગ લેવા અપીલ કરી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર શ્રેણીબદ્ધ નીતિગત ફેરફારો કર્યા પછી, ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપવા અંગે પ્રશ્ન પૂછ્યો છે.  મસ્કે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર એક મતદાન શરૂ કર્યું છે જેમાં લાખો વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું છે કે “શું મારે ટ્વિટરના વડા તરીકે પદ છોડવું જોઈએ?

એક ટ્વીટમાં મસ્કે લોકોને મતદાનમાં ભાગ લેવા કહ્યું હતું. મસ્કે એક મતદાન દ્વારા લોકોને પૂછ્યું છે કે શું તેમણે ટ્વિટરના વડા પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ સાથે મસ્કે મતદાનના પરિણામોને અનુસરવાની પણ વાત કરી છે.મસ્કે અન્ય એક ટ્વિટમાં ટ્વિટરમાં મોટા ફેરફારો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મોટા નીતિગત ફેરફારો માટે પણ મતદાન થશે. મસ્કે આ સાથે કહ્યું કે હું માફી માંગુ છું. હવે  તે ફરીથી થશે નહીં.

નોંધનીય છે કે મસ્કે અગાઉ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે અમારા ઘણા વપરાશકર્તાઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. જો કે, અમે હવે Twitter પર અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મફત પ્રચારને મંજૂરી આપીશું નહીં. જો કે, ટ્વિટરે કહ્યું કે તે હજી પણ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રીના ક્રોસ-પોસ્ટિંગની મંજૂરી આપે છે

ઉલ્લેખનીય છે કે મસ્કે અન્ય એક ટ્વિટમાં ટ્વિટરમાં મોટા ફેરફારો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મોટા નીતિગત ફેરફારો માટે પણ મતદાન કરવા અપીલ કરી છે .

FIFA World Cup – 2022/ફિફા વર્લ્ડકપ 2022ઃ આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી ચેમ્પિયન