બનાસકાંઠા/ ઠંડીનું પ્રમાણ નહિવત હોવાને કારણે ખેડૂતોની વધી ચિંતા, મોટા પ્રમાણમાં ઘઉં રાયડો બટાટા જેવા પાકનું વાવેતર

માગશરમાસ પૂરો થવા આવ્યો છતાં ઠંડીનું પ્રમાણ નહીવત હોવાથી રવી પકો ને લઈને ખેડૂતોમાં ચિંતા છે મહામુસીબત એ વાવેલ પાકમાં ઉપજ કમ આવવાની શંકા ખેડૂતો માં ચિતા નું મોજું પસરી રહ્યું છે.

Gujarat Others
ઠંડીનું પ્રમાણ

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું છે.પણ ઠંડીનું પ્રમાણ નહિવત હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.મહત્વનું છે કે ઠંડીનું પ્રમાણ નહિવત હોવાને કારણે રવિપાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.જેથી મહા મુસીબતએ વાવેલ પાકમાં ઉપજ કમ આવવાની શંકાએ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ વાવેલા ઘઉ,રાયડો,બટાટા જેવા પાકોમાં નુકશાનની ભીતિંને પગલે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઘઉં.બટાટા રાયડો જેવા પાક નું વાવેતર થયું છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે માગશરમાસ પૂરો થવા આવ્યો છતાં ઠંડીનું પ્રમાણ નહીવત હોવાથી રવી પકો ને લઈને ખેડૂતોમાં ચિંતા છે મહામુસીબત એ વાવેલ પાકમાં ઉપજ કમ આવવાની શંકા ખેડૂતો માં ચિતા નું મોજું પસરી રહ્યું છે.

આ વર્ષે વરસાદ તો સારો છે અને સીઝન પણ સારી છે ત્યારે રવિ પાકની સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં રાયડો બટાટા જેવા પાકનું વાવેતર કર્યું છે મોંઘા ભાવના બિયારણ ખાતર અને મજૂરી થકી સારા પાકની આશાએ પાકો નું વાવેતર કર્યું છે પરંતુ રવી પાકને પૂરતા પ્રમાણમાં ઠંડી ન મળવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે આ પાકમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અતિશય ઠંડીની જરૂરિયાત હોય છે જો ઠંડી ન મળે તો ઘઉ રાયડો અને બટાટા ના પાકનો વિકાસ થતો નથી અને નિષ્ફળ જાય છે.

કારતક માસમાં રવી પાકો નું વાવેતર થતું હોય છે અને માગશર માસ સુધી આ પાક ના છોડનો વિકાસ થતો હોય છે માગશર માસમાં પૂરતા પ્રમાણમાં ઠંડી પડે છે એટલે રવી પાકને ઠંડી અને પાણી મળી રહે એટલે એનો વિકાસ થાય છે પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીનું પ્રમાણ નહીવત હોવાથી ઘઉ રાયડો અને બટાટા ના પાકને નુકસાન થવાની દહેશત છે અને જો આ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પણ નુકસાન થાય સાથે સાથે પાક નિષ્ફળ જાય તો ઘઉંના ભાવ પણ ઊંચા જાય અને લોકોને પણ નુકસાન વેચવાનો વાર આવે ખેડૂતોને આશા છે કે પૂરતા પ્રમાણમાં ઠંડી મળે તો ઘઉંનો પાક બચી જાય નહિતર નુકસાની વેઠવાનો વારો આવશે.

આ પણ વાંચો:કતારગામમાં લવ જેહાદ મામલે વિરોધ, એક મહિનામાં જ ત્રણ યુવતીઓને ભગાડી ગયા

આ પણ વાંચો:સુરતના સારોલી વિસ્તાર બેફામ દોડતી બોલેરો હોટલમાં ઘુસી અને પછી શું થયું જુઓ

આ પણ વાંચો:પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે લીધા શપથ, નવા અધ્યક્ષ તરીકે જાણો કોણે ભર્યુ ફોર્મ