Antakshari Festival: રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055 ની ઇન્ટર ક્લબ અંતાક્ષરી (Antakshri) મહોત્સવ 2026 ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ની બધી જ કલબો ને આમંત્રણ આપવામાં આવેલ અને કુલ 15 ટીમો આ અંતાક્ષરી (Antakshri) મહોત્સવમાં જોડાયેલ.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી તથા પાસ્ટ ડિસટીક ગવર્નર, ઇનકમિંગ ડિસટીક ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર તથા અન્ય ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને સભ્યો ઉત્સાહભેર આ અંતાક્ષરી (Antakshri) મહોત્સવમાં જોડાયા.

સેલિબ્રિટી ગેસ્ટ ગુજરાતના જાણીતા ભાઈ ભાઈ ફેમ સિંગર અરવિંદ વેગડા દ્વારા સરસ મજાની શરૂઆત થઈ. ત્રણ શરૂઆતના અંતક્ષરીના સ્પર્ધાત્મક તબક્કા પછી ફાઇનલમાં પાંચ ટીમ માંથી રોટરી ક્લબ ઓફ અમદાવાદ એરપોર્ટ વિજેતા બની સાથે સાથે હોસ્ટ ક્લબ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ફર્સ્ટ રનર અપ અને રોટરી ક્લબ ઓફ સુપ્રીમ સેકન્ડ રનર અપ રહ્યા.


આ સંપૂર્ણ આયોજન માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રીની સમગ્ર ટીમ પ્રમુખ ગુણવંત ઢોલરીયા સેક્રેટરી પ્રદીપ તિવારી, વાઈસ પ્રેસિડેન્ટ યશ મહેતા સાથે સમગ્ર બોર્ડ મેમ્બર મળીને આ ડિસ્ટ્રિક્ટ અંતાક્ષરી (Antakshri) પ્રોગ્રામ ખુબ સરસ સફળ બનાવ્યો.


રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના પાસ્ટ પ્રેસિડેન્ટ દેવેન્દ્ર મહેતા આ અંતાક્ષરી (Antakshri) મહોત્સવના પ્રોજેક્ટ ચેરની જવાબદારી લઈ અંતાક્ષરી મહોત્સવને સફળ બનાવવામાં જોડાયેલ લોકોનો ખુબ ખુબ ધન્યવાદ કરે છે. સાથે ગુજરાતની જાણીતી સિંગર નિકિતા શાહ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ: વિદ્યાર્થી પર બ્લેડથી હુમલા બાદ NSUIએ મોડી રાતે તાળાબંધી કરી
