Ahmedabad News/ સુરતના પોલીસ ઈન્સ્પેક્ટરને એક લાત 3 લાખમાં પડી

સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ તેમના મિત્રો સાથે કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલીમાં પોલીસ સ્ટેશનના PI એચ.જે. સોલંકી કંઈપણ પૂછ્યા વગર ત્યાં આવ્યો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ તેમના મિત્રો સાથે કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલીમાં પોલીસ સ્ટેશનના PI એચ.જે. સોલંકી કંઈપણ પૂછ્યા વગર ત્યાં આવ્યો હતો અને લાતો, મુક્કા અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે PI સામે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો. જેથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઈ ગુનો કર્યા વિના નિર્દોષ વ્યક્તિને લાત મારનાર PIને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે PIએ જીવનભર યાદ રાખવું જોઈએ કે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે. ભવિષ્યમાં પણ તે વ્યક્તિને હાથ કે પગ ઊંચો કરીને લાત મારવાની સજા યાદ રાખશે. પોલીસ દબાણમાં કામ કરી શકે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.

પીઆઈએ જાહેરમાં ન્યાયતંત્ર વિશે અભદ્ર શબ્દો બોલ્યા હોવાની રજૂઆત કરવામાં આવતાં કોર્ટે પૂછ્યું હતું કે, સરકાર આવા પીઆઈ સામે પગલાં કેમ લેતી નથી? ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્જર દેસાઈએ પીઆઈ સામે શું પગલાં લેવા જોઈએ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી સૂચનાઓ માંગી હતી.

‘આવતીકાલે પોલીસ મને કારણ વગર લાત પણ મારી શકે છે’ ફરિયાદ પક્ષના વકીલે ઘટનાની રાત્રે હાઈકોર્ટમાં ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. આ જોઈને હાઈકોર્ટે પીઆઈને આડે હાથ લેતા કહ્યું કે તમે હીરો બનીને ફરતા હો તો પછી કોઈ ગુના વગર કોઈની હત્યા કેમ કરો છો? તમે કોઈને પૂછ્યા વગર કેવી રીતે લાત મારી શકો? જો પોલીસનું આવું દમન હવે બંધ નહીં થાય તો કાલે પોલીસ મને કોઈ કારણ વગર લાત મારી શકે છે. સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં.

હાઈકોર્ટ હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, પીઆઇ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાંથી કૂદીને સીધા નિર્દોષ વ્યક્તિને લાત મારે છે તે સીસીટીવી ફૂટેજમાં દેખાતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઇને કોઇ સંજોગોમાં માફ કરી શકાય નહીં. પીઆઇએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમેરિકામાં આ પ્રકારનો ગુનો બને તો પોલીસવાળા સામે શું થાય છે? તે તપાસી જુઓ. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ બે અધિકારીઓને કરી ટકોર

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે, ગુજરાત હાઈકોર્ટ દ્રારા લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ગોપાલ ઈટાલિયા હવે જોવા મળશે નવા અંદાજમાં,ગુજરાત હાઈકોર્ટ પહોંચી કર્યું આ કામ