Ahmedabad News/ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ: વિદ્યાર્થી પર બ્લેડથી હુમલા બાદ NSUIએ મોડી રાતે તાળાબંધી કરી

સેવન્થ ડે સ્કૂલ (seventh day school)નો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે, જે શાળા પ્રબંધન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે.

Gujarat Ahmedabad Top Stories Breaking News
seventh day schoolમાં વિદ્યાર્થી પર હુમલો, NSUIની તાળાબંધી

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (seventh day school) ફરી એકવાર ગંભીર વિવાદમાં ફસાઈ છે. ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ સહવિદ્યાર્થીઓ દ્વારા બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હોવાના મામલે NSUIએ શાળા અને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે NSUIએ ગઇકાલે (6 ફેબ્રુઆરી) મોડી રાતે સ્કૂલના તમામ ગેટ પર તાળા મારી દીધા હતા.

seventh day schoolમસ વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો, શર્ટના બટન કાપી નાખ્યા

પોલીસ ફરિયાદ મુજબ, ધોરણ 7માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી (student) ક્લાસનો મોનિટર હતો. સ્કૂલ છૂટતી વખતે તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવા કહ્યું હતું, જેને લઈને ત્રણ વિદ્યાર્થીઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે ત્રણેયએ મોનિટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાના બીજા દિવસે સ્કૂલ (seventh day school) દરમિયાન, મોનિટર વોશરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા અને કોલર પકડીને તેની સાથે મારામારી કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ બ્લેડ વડે મોનિટરના શર્ટના બટન કાપી નાખ્યા હતા અને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

student seventh day school

ફરિયાદ છતાં સ્કૂલની બેદરકારી સામે આરોપ

ઘટના બાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ શાળા પ્રશાસનને જાણ કરી હતી, પરંતુ કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બ્લેડ વડે શર્ટ ફાડવામાં આવ્યું હતું.

આ મામલે સ્કૂલ સંચાલકો પર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લાગ્યો છે. શાળાએ દાવો કર્યો હતો કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ પાસે બ્લેડ નહોતી, જ્યારે ફરિયાદમાં વિપરીત વિગતો સામે આવી છે. વાલીની ફરિયાદ બાદ શાળા (seventh day school)એ માત્ર બેગ ચેક કરીને મામલો સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

NSUIનો ઉગ્ર વિરોધ, રાત્રે સ્કૂલમાં તાળાબંધી

ઘટનાને લઈને NSUIએ સરકાર અને સ્કૂલ (seventh day school)ના જવાબદાર અધિકારીઓ સામે વિરોધ શરૂ કર્યો છે. NSUIના નેતાઓ ચિરાગ દરજી અને વેદાંત તોમર મોડી રાતે સ્કૂલ પહોંચ્યા હતા અને સ્કૂલના તમામ ગેટ પર પોતાના તાળા મારી દીધા હતા.

student seventh day school

NSUIનું કહેવું છે કે જ્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલ અને જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી રોજ રાત્રે સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. વેદાંત તોમરે જણાવ્યું હતું કે “દિવસે સ્કૂલ બહાર વિરોધ કરીશું અને રાત્રે સ્કૂલને તાળા મારી બંધ કરાવીશું. આ લડાઈ અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે.”

અગાઉ પણ બની ચૂકી છે ગંભીર ઘટના

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ભારે વિરોધ થયો હતો. ત્યારે પણ NSUI દ્વારા સ્કૂલમાં તોડફોડ અને તાળાબંધી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આવી ગંભીર ઘટના બનતા સ્કૂલની સુરક્ષા અને શિસ્ત પર ગંભીર સવાલો ઉભા થયા છે.

DEOની નોટિસ, તપાસના આદેશ

આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવાયું છે કે આવી ગંભીર ઘટના છતાં શાળા વહીવટ દ્વારા કોઈ યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

સરકાર હસ્તક વહીવટ છતાં પ્રશ્નો

મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલ (seventh day school)નો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે, જે શાળા પ્રબંધન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે.

હવે જોવાનું રહેશે કે સરકાર અને શાળા પ્રશાસન આ મામલે કેટલા ઝડપી અને કડક પગલાં લે છે, તેમજ NSUIના આંદોલનનો આગળ શું વળાંક આવે છે.


આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મોનીટર વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવત સામે આવી…..

આ પણ વાંચો:અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : નવસારીમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી

આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો