Not Set/ રાજકોટના કલેકટર કૌભાંડ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો ઢાંક પીછોડો, કહ્યું…

રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. ત્યારે આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઢાંક પીછોડો કરતા જણાવ્યું હતું કે,   સમગ્ર મામલે તપાસ થશે અને ચિફ સેક્રેટરીને પણ મામલે ધ્યાન દોરાયું છે. તો ભાવનગરની મુલાકાતે આવેલા ભાજપ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ […]

Gujarat Others

રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. ત્યારે આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઢાંક પીછોડો કરતા જણાવ્યું હતું કે,   સમગ્ર મામલે તપાસ થશે અને ચિફ સેક્રેટરીને પણ મામલે ધ્યાન દોરાયું છે. તો

ભાવનગરની મુલાકાતે આવેલા ભાજપ ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસ થવી  જોઇએ અને કોઇ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરશે તો તેની સામે કાયદાકીય પગલા લેવાશે .

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.