Gujarat/ અટકળોને પૂર્ણવિરામ, અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ 31મી સુધી લંબાવાયો, અન્ય મહાનગરો માટે વિચારણા

ગુજરાત રાજ્યના રાજકોટ, અમદાવાદ,વડોદરા, સુરતમાં રાત્રિ કર્ફ્યુ લંબાઈ શકે તેવી ચર્ચા વચ્ચે રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ ય

Top Stories Gujarat
curfew અટકળોને પૂર્ણવિરામ, અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ 31મી સુધી લંબાવાયો, અન્ય મહાનગરો માટે વિચારણા

ગુજરાત રાજ્યના રાજકોટ, અમદાવાદ,વડોદરા, સુરતમાં રાત્રિ કર્ફ્યુ લંબાઈ શકે તેવી ચર્ચા વચ્ચે રાત્રિ કર્ફ્યુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.કોરોનાની વકરતી જતી વર્તમાન પરિસ્થિતિ ને લઇને અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે.

કિસાન આંદોલન / કેનેડા, બ્રિટન અને હવે યુ.એન. સુધી પહોચ્યું ખેડૂત આંદોલન, પ્…

આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયુ છે. હુકમનો ભંગ કરનાર સામે ફોઝદારી પગલા લેવાશે. રાત્રે 9 વાગ્યા સુધી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રહેશે. આ અંગે તમામ મહાનગરોના પોલીસ કમિશનર આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે જ તેવી તૈયારીમાં હતા. જેની વચ્ચે અમદાવાદમાં આજથી રાત્રિ કર્ફ્યુ પૂર્ણ થવાનું હતું. જોકે તેના એક દિવસ પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યુ યથાવત્ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

કિસાન આંદોલન / કૃષિ કાયદા અંગે ખેડુતોના સમર્થનમાં આવ્યા નવજોતસિંહ સિધ્ધૂ, ક…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ સિવાય રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.તમામ મીડિયા તેમજ સ્થાનિક જનતામાં અટકળો થઈ રહી હતી કે તે મુજબ હજુ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહી શકે છે. કારણકે કોરોના વેક્સિનના આવવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ વેક્સિનેશન પહેલા રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે તેવી સો ટકા શક્યતા દેખાઈ રહી હતી જેની વચ્ચે અમદાવાદ શહેરમાં એ અટકળોનો અંત આવી ગયો છે.

કિસાન આંદોલન / સરકાર ખેડૂતોની સૌથી મોટી માંગ નહીં સ્વીકારે? કૃષિ રાજ્ય પ્રધ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…