Not Set/ ગાંધીનગર/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રીને ફરી કટ ટુ સાઈઝ કેમ કરાયા ..?

અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે ફરી એક વખત, કાર્યક્રમના પોસ્ટરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઈડ લાઈન કરાયા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક કાર્યક્રમના ફોટામાં નીતિન પટેલને ફરી કટ ટુ સાઈઝ કરવામાં આવ્યા છે.  ફોટામાં નીતિન પટેલની ગેરહાજરી રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.  આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન […]

Top Stories Gujarat
images 2 ગાંધીનગર/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રીને ફરી કટ ટુ સાઈઝ કેમ કરાયા ..?

અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે ફરી એક વખત, કાર્યક્રમના પોસ્ટરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઈડ લાઈન કરાયા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક કાર્યક્રમના ફોટામાં નીતિન પટેલને ફરી કટ ટુ સાઈઝ કરવામાં આવ્યા છે.  ફોટામાં નીતિન પટેલની ગેરહાજરી રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.  આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન આપવામાં આવ્યું છે.  આમંત્રણ પત્રિકામાં પણ નીતિન પટેલનું ફક્ત નામ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરી એક વાર નીતિન પટેલ તેમના ફોટા ને લઈને ચર્ચામાં છે, ક્યારેક કોઈ કાર્યક્રમમાં તેમનો ફોટો કાપી જાય છે, તો, ક્યારેક તેમનું નામ પત્રિકા માં છાપવાનું રહી જાય છે. આજે ફરી એક વાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રીને ફરી કટ ટુ સાઈઝ કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને જ સ્થાન આપવામાં આવ્યું છે. નીતિન ભાઈ ને બાદબાકી કરવામાં આવી છે. ફોટામાં નીતિન પટેલની ગેરહાજરીને પગલે  ફરી એકવાર રાજકીય ગણગણાટ શરૂ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.