છેતરપિંડી/ લલ્લુજી એન્ડ સન્સ : ઉત્તરપ્રદેશ કુંભમેળામાં અમે કોઇ છેતરપિંડી કરી નથી

અમદાવાદની લલ્લુજી એન્ડ સન્સના સંચાલકો સામે ઉત્તરપ્રદેશ સરકારે કુંભ મેળામાં 109 કરોડનું કૌભાંડ આચરવાનો પર્દાફાશ કર્યો છે. લલ્લુજી કંપનીને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવી છે.

Top Stories Gujarat Others
keshod 18 લલ્લુજી એન્ડ સન્સ : ઉત્તરપ્રદેશ કુંભમેળામાં અમે કોઇ છેતરપિંડી કરી નથી

અમદાવાદની લલ્લુજી એન્ડ સન્સના સંચાલકો સામે ઉત્તરપ્રદેશ સરકારે કુંભ મેળામાં 109 કરોડનું કૌભાંડ આચરવાનો પર્દાફાશ કર્યો છે. લલ્લુજી કંપનીને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવી છે. આવી લલ્લુજી એન્ડ કંપની માટે ગુજરાત સરકારે કુંભમેળાની કૌભાંડી કંપનીને કચ્છ રણોત્સવ સોંપી દેવાયો છે. તો સાથે સાથે નર્મદા ટેન્ટ સિટી પણ સોંપી દીધું છે.

લલ્લુજી એન્ડ સન્સ સામે થયેલાં આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું છે કે, ઉત્તરપ્રદેશ કુંભમેળામાં અમે કોઇ છેતરપિંડી કરી નથી. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ઇવેન્ટ કંપનીએ જવાબ આપ્યા હતા. આરોપ મુજબ 109 કરોડની રકમ પણ કંપનીને મળી નથી. યુ.પી.સરકારના નિર્ણય સામે મામલો અલાહાબાદ હાઇકોર્ટમાં કંપનીને માત્ર 85 કરોડ જ મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જોકે કુંભમેળા આયોજન સમિતિએ હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. વિવાદના આર્બિટ્રેટરને કોઇ જવાબ આપ્યો નથી. આ ઉપરાંત દારાગંજપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને જણાવ્યું છે કે, અમે કાનૂનીજંગ લડવા તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરથી ફેબુ્રઆરી સુધી યોજાતા રણોત્સવનું સંપૂર્ણ સંચાલન છેલ્લા સાતેક વર્ષથી લલ્લુજી કંપની પાસે છે. ગુજરાત સરકારે ખાનગીકરણ કરી નાંખતાં રણોત્સવની મજા લોકો માટે મોંઘી બની ગઈ છે. બે રાત અને ત્રણ દિવસ રોકાવા માટે ઓછામાં ઓછા 15000 રૂપિયા જેવી તોતિંગ રકમ વસૂલવામાં આવે છે. કચ્છના સફેદ રણની મજા માણવા ગયાં પછી ત્યાં અનેક પરેશાની થતી હોવાનો વસવસો અનેક લોકો વ્યક્ત કરતાં આવ્યાં છે.

સરદાર સરોવર ડેમથી ત્રણ કિલોમીટર દૂર તૈયાર કરાયેલાં ટેન્ટ સિટીને પણ ત્રીસ વર્ષ માટે ચલાવવાનો કોન્ટ્રાક્ટ લલ્લુજી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. લોકો કુદરતની મજા મુક્તમને માણી શકે તેવા આયોજનના બદલે કચ્છ અને નર્મદા ખાતેના કુદરતી સૌંદર્યને લલ્લુજીને સોંપી મોંઘાદાટ બનાવી દેવામાં આવી છે.

સરદાર સરોવર સંકુલમાં મોકાની જગ્યા પર લલ્લુજી એન્ડ સન્સને કમાણી માટે જમીનની લ્હાણી કરવામાં આવી છે. 34 એકર જમીનમાત્ર છૂટ્ટા હાથે લ્હાણી કરી દીધી છે. માત્ર રૂ.1નાં ટોકનથી નર્મદા ટેન્ટ સિટી બનાવવા જમીન ફાળવાઇ છે. એક ટોચનાં અધિકારીની રહેમરાહે જમીન ફાળવી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જયારે આદિવાસીઓ પોતાની હકની જમીન માટે લડી રહ્યાં છે. બહારની એજન્સીને મફતનાં ભાવે જમીન ફાળવી દેવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ બાબત અત્યારે રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કેવડિયામાં પ્રવાસીઓ પાસેથી લલ્લુજી તગડો ચાર્જ વસુલી રહ્યા છે.
ટેન્ટ સીટીમાં નાઇટ હોલ્ટનો તગડો ચાર્જ વસૂલાય છે. બે નાઇટનું ભાડુ અંદાજીત 10 હજારથી 1 લાખ રૂપિયા જેટલું છે. મેટ્રો સીટીની ફાઇવસ્ટાર હોટેલ કરતાં પણ ઉંચા ભાવ લલ્લુજી વસુલી રહ્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…