Heart Attack/ વલસાડ : શહેરમાં એક કલાકમાં જ હાર્ટ અટેકથી 2ના મોત, હાર્ટએટેક બીમારી બની રહી છે જીવલેણ

વલસાડ : આજે બે લોકોના હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટના સામે આવી છે. એક જ કલાકની અંદર શહેરના બે લોકોના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાના સમાચારથી લોકોમાં ફરી ચિંતા જોવા મળી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 03T162505.906 વલસાડ : શહેરમાં એક કલાકમાં જ હાર્ટ અટેકથી 2ના મોત, હાર્ટએટેક બીમારી બની રહી છે જીવલેણ

વલસાડ : આજે બે લોકોના હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટના સામે આવી છે. એક જ કલાકની અંદર શહેરના બે લોકોના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાના સમાચારથી લોકોમાં ફરી ચિંતા જોવા મળી છે. શહેરમાં તિથલ રોડ અને તેનાથી 500 મીટરના અંતરે હાર્ટએટેકથી 2 લોકો મૃત્યુ પામ્યા. તિથલ રોડ પર યુવાન વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો જ્યારે તિથલ રોડથી 500 મીટરના અંતર પર એક રાહદારી રસ્તે ચાલી રહ્યો હતો ત્યારે એટેકના હુમલાનો ભોગ બન્યો.

શહેરમાં એક દિવસમાં 1 કલાકના ગાળામાં 2 યુવાન વ્યક્તિઓ હાર્ટએટેકનો શિકાર બન્યા. હાર્ટએટેક બીમારી હવે જીવલેણ બની રહી છે. કોરોના બાદથી હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનાઓ વધી રહી છે. વલસાડમાં તિથલ રોડ પર સામાન્ય કાર્ય કરી રહેલા યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ થયા. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વલસાડમાં 30 વર્ષીય જીમિત રાવલ નામનો યુવાન વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક વાત કરતાં ઢળી પડ્યો હતો. દરમ્યાન જીમિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેક આવતા મૃત્યુ થયાનું જણાવ્યું.

શહેરમાં તિથલ રોડ પર 500 મીટરના અંતરે વધુ એક યુવાને હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો. આ ઘટનામાં સેગવીના રાજેસિંઘ નામનો વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો. રસ્તા પર ચાલતા જ રાજેસિંઘ નામનો યુવાન અચાનક ઢળી પડ્યો. રાજેસિંઘને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. કોરોના બાદ હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનામાં જબરજસ્ત વધારો થયો છે. કેટલાક લોકો રસીકરણને કારણે આમ થયાનું જણાવી રહ્યા છે. જો કે ડોક્ટરોએ આ વાત પાયાવિહોણી ગણાવતા રસીકરણના કારણે હાર્ટએટેક આવ્યાની વાતને રદિયો આપ્યો હતો. નિષ્ણાતો કહી રહ્યા છે કે હાર્ટએટેક વધવાનું કારણ લોકોની જીવનશૈલી છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરના લોકોમાં હવે હાર્ટએટેકનું જોખમ વધ્યું છે. કોરોના બાદ વધુ પડતો સ્ક્રીન ટાઈમ અને રાત્રે જાગવાના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. હાર્ટએટેકના કેસો વધતા તબીબો પણ ચિંતિત થયા છે અને લોકોને જાગૃત કરવા તંત્રના સહયોગથી સેમીનારનું આયોજન કરી રહ્યા છે. સાથે લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહી આહાર અને કસરત પર ધ્યાન આપતા પોતાની દિનચર્યા બદલવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

આ પણ વાંચો : Breaking News/લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ જાહેરાત કરી

આ પણ વાંચો : deo/વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો અપડેટ ન કરી શકનારી 200થી વધુ સ્કૂલોને DEOની નોટિસ